सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઈસરો જાસૂસી કૌભાંડ કેસમાં શ્રીકુમાર સહિત 4ને આગોતરાનો હાઈકોર્ટનો ચુકાદો ભૂલભરેલો

કેરળ હાઈકોર્ટને નિર્ણયની સમીક્ષા કરવા જણાવીશુંઃ સર્વોચ્ચ અદાલત

ઉત્કલ ઠાકોર
  • Nov 29 2022 12:53PM

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દેશના વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વર્ષ 1994ના ઈસરો જાસૂસી કૌભાંડ કેસમાં સંડોવાયેલા ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમાર સહિતના ચાર આરોપીના આગોતરા જામીન અંગેની અરજી પર નવેસરથી વિચારણા કરવા કેરળ હાઈકોર્ટનેતે નિર્દેશ આપશે. સીબીઆઈએ કથિત જાસૂસીના કેસમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણનની ધરપકડ અને અટકાયતના સંબંધમાં 18 લોકો સામે ગુનાહિત ષડયંત્ર સહિત વિવિધ ગુનાઓ માટે કેસ નોંધ્યો છે.

ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર, કેરળના બે ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ - એસ વિજયન અને થમ્પી એસ દુર્ગા દત્ત અને નિવૃત્ત ગુપ્તચર અધિકારી પી એસ જયપ્રકાશને આગોતરા જામીન આપવાના હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈએ અપીલ કરી છે.

આ અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. જસ્ટિસ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સૂચન કરતાં જણાવ્યું હતું કે અમે, કોઈ પણ અવલોકનોથી પ્રભાવિત થયા વિના આગોતરા જામીન અરજીઓ પર નવેસરથી વિચારણા કરવા હાઈકોર્ટને કહીશું.

શ્રીકુમાર તે સમયે ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડેપ્યુટી ડિરેક્ટર હતા. આ સમયગાળા દરમિયાન ચારે વ્યક્તિઓને ધરપકડ સામે અપાયેલું રક્ષણ ચાલુ રાખવા બેન્ચે આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના જે ચુકાદાને પડકારવામાં આવ્યો છે તેમાં આરોપી દ્વારા કરાયેલા વ્યક્તિગત આક્ષેપોને ધ્યાનમાં નહીં લેવાયા સહિતની કેટલીક ભૂલો કરાઈ છે.

હાઈકોર્ટે બે ભૂલો કરી હોવાનું જણાવતાં બેન્ચે ઉમેર્યું હતું કે ડી.કે. જૈન કમિટી દ્વારા રજૂ કરાયેલા તારણોની હાઈકોર્ટ દ્વારા ધરાર અવગણના કરાઈ છે. સીબીઆઈ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ દલીલ કરી હતી કે આ કેસ ગંભીર છે અને તે “ખાનગી ગુના” સાથે સંબંધિત નથી,

પરંતુ “રાષ્ટ્ર વિરુદ્ધના ગુના” સાથે સંબંધિત હોવાથી હાઈકોર્ટ આરોપીઓને આગોતરા જામીન આપી શકે નહીં.આ ષડયંત્રમાં વિદેશી શક્તિઓ સંડોવાયેલી છે કે કેમ તેની તપાસના સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે સીબીઆઈએ તેની તપાસ પણ આરંભી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार