सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લા્માં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધોરણ- ૧ માં કુલ ૨૮૯૭ રંગેચંગે અપાયો શાળા પ્રવેશ : આંગણવાડીમાં પણ ૧૦૫૩ ભૂલકાંઓને અપાયો પ્રવેશ

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આજે વિવિધ શાળાઓમાંથી કુલ રૂા.૪૬,૮૫૩/- ની રોકડ સહાય તેમજ વસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂા.૧,૬૫,૮૬૦/- નું ચીજવસ્તુના સ્વરૂપે દાતાઓ તરફથી દાન સહિત કુલ રૂ.૨,૧૨,૭૧૩/- ની કિંમતનું દાન લોક સહાયરૂપે પ્રાપ્તા

ગૌતમભાઈ વ્યાસ
  • Jun 24 2022 12:26PM

સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ની ઉજવણીના પ્રથમ દિવસે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષઓ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિતના વરિષ્ઠિ સનદી અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાના રાજ્યપત્રિત અધિકારીઓના હસ્તે જિલ્લારની જુદી જુદી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓ અને આંગણવાડીના બાળકોને રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લાની ૨૩૦ પ્રાથમિક શાળાઓના વિવિધ ૮૩ જેટલા રૂટ્સમાં યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ- ૧ માં ૧૪૮૨ કુમાર અને ૧૪૧૫ કન્યા સહિત કુલ ૨૮૯૭ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાયો હતો. જેમાં દિવ્યાંગ ૧૦ કુમાર અને ૦૨ કન્યા સહિત ૧૨ દિવ્યાંગ બાળકોનો પણ શાળા પ્રવેશમાં સમાવેશ થાય છે. તેવી જ રીતે જિલ્લાજની આંગણવાડીઓમાં ૫૪૫ કુમાર અને ૫૦૮ કન્યા સહિત કુલ- ૧૦૫૩ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો. નવીન પ્રવેશ પામનાર ભૂલકાંઓને મહાનુભાવોના હસ્તે દફ્તર, પાટી-પેન, કંપાસ, સહિત શૈક્ષણિક કિટ્સનું પણ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરાયાં હતા.   

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આજે વિવિધ શાળાઓમાંથી કુલ રૂા.૪૬૮૫૩ ની રોકડ સહાય તેમજ વસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂા.૧૬૫૮૬૦ નું ચીજવસ્તુના સ્વરૂપે દાતાઓ તરફથી દાન સહિત કુલ રૂ.૨૧૨૭૧૩ ની કિંમતનું દાન લોક સહાયરૂપે પ્રાપ્તી થયું હતું.

તેવી જ રીતે જિલ્લાના ૨૩૦ ગામોની ૨૩૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં આજે પ્રથમ દિવસે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને જિલ્લાકક્ષાએથી ઉપસ્થિત વિવિધ સનદી અધિકારીઓ, વરિષ્ઠ પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ ઉપરાંત જે તે ગામના અગ્રણીઓ, આગેવાનો, વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે જેવા મહાનુભાવોની ઉપસ્થિતમાં જે તે શાળામાં શાળા સંચાલક કમિટીની બેઠકો પણ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ જે તે શાળાના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પણ પુરુ પડાયું હતું. તેમ જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ તરફથી જણાવાયું છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार