सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અંતિમ ગામમાં પ્રવેશોત્સવ

નાની બેડવાણ ગામ નર્મદા જિલ્લાનું અંતિમ ગામ છે, જ્યાંથી સુરત જિલ્લાની શરૂઆત થાય છે ત્યાં આજરોજ શાળામાં ધોરણ ૧ ના બાળકોનો પ્રવેશોત્સવ થયો

ભગુભાઈ વસાવા
  • Jun 24 2022 12:42PM
નાની બેડવાણ ગામ નર્મદા જિલ્લાનું અંતિમ ગામ છે, જ્યાંથી સુરત જિલ્લાની શરૂઆત થાય છે ત્યાં આજરોજ શાળામાં ધોરણ ૧ ના બાળકોનો પ્રવેશોત્સવ થયો.જેમાં રાજેન્દ્રભાઈ કોઠારી ( આચાર્ય, ગિરિવર મા.શાળા માલ સામોટ), જીજ્ઞેશભાઈ ચૌધરી ( સી.આર.સી. કૉ, ભરાડા રે )તથા દાતાશ્રીઓ દ્વારા ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી દફતર થેલો આપી હર્ષભેર શુભાશિષ પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો.
આ પ્રસંગે ધો.૧માં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને દફતર થેલો અને ગણવેશ આપનાર દાતાઓ નટુભાઈ પરમાર , પી.એન.પાટીલ  , રાકેશભાઈ રવીન્દ્રભાઈ ભાવસાર, સંજયભાઈ ગોપાળભાઈ ચૌધરી, ગણેશભાઈ તોગારામજી પ્રજાપતિ અને  નીલેશભાઈ આટીયાભાઈ વસાવાનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરી સ્મૃતિભેટ રૂપે પુસ્તક આપી સન્માનીત કરવામાં આવ્યા.
N.M.M.S પરીક્ષા ૨૦૨૨માં ઉત્કૃષ્ટ દેખાવ સાથે મેરીટમાં સ્થાન મેળવનાર શાળાની વિદ્યાર્થિની દિવ્યાબેન આર. ભાવસારનું શાળા પરિવાર દ્વારા પુસ્તક આપી સન્માન કરી ઉતરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી.
વર્ષ ૨૦૨૧.૨૨ માં ધો.૧ થી ૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા.
આ શાળામાં અભ્યાસ કરેલ વડીલ પી.ડી.વસાવા સાહેબ( નિવૃત્ત બીટ કે. નિ)નું એસ.એમ.સી.અધ્યક્ષ શ્રીમતિ નિશાબેન કે વસાવા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
મહેમાન ના હસ્તે વૃક્ષારોપણ કરેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार