सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ડૉ.દર્શનાબેન દેશમુખનો 28338 મતે વિજય

વિધાનસભાની મતગણતરીમાં ભાજપાએ શરૂઆતથી અંત સુધી પોતાની લીડ જાળવી રાખી

ધર્મેશ તડવી
  • Dec 9 2022 12:41PM
વિધાનસભાની ચુંટણીમાં નર્મદા જીલ્લાની બે બેઠકો નાંદોદ અને ડેડીયાપાડાની મતગણતરી રાજપીપળા ખાતે છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલ મતગણતરીમાં નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડૉ.દર્શનાબેન દેશમુખ પોતાના હરીફ ઉમેદવાર કૉંગ્રેસના હરેશ વસાવા સામે પહેલા રાઉન્ડથી જ આગળ રહયાં હતાં. અને ભાજપાના ઉમેદવારની લીડ પોતાનાં પ્રતિસ્પર્ધીઓ સામે સતત 22 રાઉન્ડ સૂધી વધતી ગઈ હતી. એક પણ રાઉન્ડની ગણતરીમાં કૉંગ્રેસ કે અપક્ષ ઉમેદવાર ભાજપાથી આગળ નીકળ્યા નહોતા!!

ભારે રસાકસી જામશે અને ભાજપાતો કોઈ ગણતરીમા જ નથી ની વ્હેતી થયેલ અટકળોનો આજે અંત આવ્યો હતો,અને ભાજપાના ઉમેદવાર ડૉ.દર્શનાબેન દેશમુખનો વિજય થયો હતો.

ડૉ.દર્શનાબેન દેશમુખને પ્રથમ રાઉન્ડથી જ લીડ મળવાનું સરું થયું હતું જે અંત સુધી યથાવત્ રહ્યો હતો, ડૉ.દર્શનાબેન દેશમુખને 70062 મત પ્રાપ્ત થયા હતા જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાને 41724 મત મળતાં ડૉ.દર્શનાબેન દેશમુખનો 28338 મતે વિજય થયો હતો.

ભાજપા સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી કરનાર માજી સંસદિય સચિવ હર્ષદ વસાવાને 34835 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ પ્રફુલ વસાવાને 23467 અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર મહેશ વસાવાને માત્ર 1697 મત મળ્યા હતા, ડૉ.દર્શનાબેન દેશમુખના વિજયને ભાજપાના આગેવાનો કાર્યકરોએ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ફટાકડા ફોડી ડી. જે.નાં તાલે ઝૂમી વધાવ્યો હતો.

નાંદોદ 148 વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડૉ.દર્શનાબેન દેશમુખનો ભવ્ય વિજય થતાં તેઓએ પત્રકરો સાથે ની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારી વિજયએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આગેવાનો ના પરિશ્રમ અને મેહનતની વિજય છે ખાસ કરીને નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની આગેવાનીમાં ઘડી કાઢવામાં આવેલ વ્યુહ રચના અને મતદારોના વિશ્વાસનો વિજય હોવાનું જણાવ્યું હતું. પોતાનાં સ્વ. ચંદુભાઈ દેશમુખ 1977 માં ગુજરાત સરકાર માં કેબિનેટ કક્ષાના વન મંત્રી હતા, તેમનાં બતાવેલ માર્ગ ઉપર ચાલી અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો છેવાડાનાં માનવી સુઘી વિકાસ પહોંચાડવો અને નર્મદા જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને જીલ્લો તમામ બાબતોમા અગ્રેસર રહે તેવો પોતાનો પ્રયાસ રહેશેનું પણ જણાવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार