सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડીયાદ રૂરલ પો.સ્ટે. હદના સલુણ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટકાયત કરાઈ

ખેડા-નડીયાદ એલ.સી.બી. પોલીસે નડીયાદ રૂરલ પો.સ્ટે. હદના સલુણ ગામમાંથી ભારતીય બનાવટનો પરપ્રાન્તનો દારૂનો જથ્થો શોધી કાઢી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યેશા શાહ
  • Aug 6 2022 8:03PM
 • નડીયાદ રૂરલ પો.સ્ટે. હદના સલુણ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટકાયત કરાઈ
 • ખેડા-નડીયાદ એલ.સી.બી. પોલીસે નડીયાદ રૂરલ પો.સ્ટે. હદના સલુણ ગામમાંથી ભારતીય બનાવટનો પરપ્રાન્તનો દારૂનો જથ્થો શોધી કાઢી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસને અનુલક્ષીને ખેડા જીલ્લામાં દેશી/વિદેશી દારૂ/જુગારની અસમાજીક પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગઇ તા.૦૫/૦૮/૨૨ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત, તથા એ.એસ.આઇ ભગવાન, અ.હેડ.કો. વિનોદકુમાર, અ.હેડ.કો ઋતુરાજસિંહ, અ.હેઙકો.અમરાભાઇ, પો.કો જીતેન્દ્રકુમાર તથા વુ.હેઙકો.સાધનાબેન વિગેરે પોલીસ માણસો સાથે શ્રાવણમાસ અન્વયે જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો. ઋતુરાજસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે સલુણગામ, મોટી કેનાલ, ઉપર શંકરપુરા તા.નડીયાદ જી.ખેડા ખાતે રહેતા મંજુલાબેન વા/ઓ પુનમભાઇ લલ્લુભાઇ તળપદા નાઓને પોતાના કબજા ભોગવટાની જગ્યામાંથી ભારતીય બનાવટની પરપ્રાન્તની વિદેશી દારૂની બોટલ નંગ-૬૮ કિં.રૂ.૨૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી મુદ્દામાલ રાખનાર તથા લાવનાર નહી પકડાયેલ બહેન ધીબેન ઉર્ફે ધમી વાઓ વિજયભાઇ ઉર્ફે દિપો અરવિંદભાઇ તળપદા રહે.નડીયાદ નાઓ બંન્ને બહેનોની વિરુદ્ધમાં નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિ ધારા હેઠળ હે.કો.ઋતુરાજસિંહ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार