सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ચોરીની મોટર સાયકલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ

નડિયાદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ચોરીની મોટર સાયકલ સાથે વાહન ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

યેશા શાહ
  • Aug 17 2022 7:05PM

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ગઇ તા.૧૬/૦૮/રરના રોજ પો.ઇન્સ. એ.વી.પરમાર LCB ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ LCB સ્ટાફના એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત, હેઙકો. રાજેન્દ્રકુમાર, હેઙકો. રાજેશભાઇ,પો.કો.અર્જુનસિંહ, તથા પો.કો.રાજેન્દ્રકુમાર વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ઠાસરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત નાઓને મળેલ બાતમી આધારે નરેન્દ્રભાઇ ઉર્ફે ચીકુ ભગવાનસિંહ ગોહેલ નાઓને એક હિરો ડીલક્ષ એચએફ મો.સા કિ.રૂ. ૩૦,૦૦૦/- ની સાથે પકડી સદર મો.સા બાબતેના કોઇ આધાર પુરાવા કે કાગળો માંગતા સંતોષકારક જવાબ ન આપતો હોય સદર મો.સા ને. ઇ.ગુજકોપ પોકેટ કોપમાં સર્ચ કરતા માલીક અન્ય વ્યક્તિ જણાઇ આવતા આ મો.સા. ચોરી અગર છળકપટથી મેળવેલાનું જણાઇ આવતા સદર મો.સા. CRPC કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી,મુજબ પકડી અટક કરેલ છે.

 


સદરી પકડાયેલ આરોપી નરેન્દ્રભાઇ ઉર્ફે ચીકુ ભગવાનસિંહ ગોહેલ રહે, ભદ્રાસા ગામ મહાદેવ મંદિર પાછળ પાદર વિસ્તાર તા.ઠાસરા જી.ખેડા નાઓને સદર મો.સા બાબતે ઘનિષ્ઠ પુછપરછ કરતા સદર મો.સા. આજથી આશરે છ મહિના પહેલા ઠાસરાના રાણી પોરડા તળાવ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાવતા જે બાબતે ખરાઇ કરતા ઠાસરા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૬૦૨૨૦૩૫૯ ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુનો દાખલ થયેલ છે. આમ, એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ દ્વારા ખેડા જીલ્લાની વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार