सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યાત્રાધામ અંબાજી ખાતે રૂપિયા 7,900 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતીમા નડિયાદ નગરપાલિકા BLC ઘટક અંતર્ગત લાભાર્થીઓના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો

યેશા શાહ
  • Oct 1 2022 5:23PM

પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ (BLC) આવાસોના ઈ-ગૃહપ્રવેશનો કાર્યક્રમ યોજાયો.

વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમને સમાંતર દરેક શહેરોમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાના આયોજનના ભાગરૂપે નડિયાદ ખાતે ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક  પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતીમાં નડિયાદ નગરપાલિકા BLC ઘટક અંતર્ગત સરકારશ્રી દ્વારા કુલ રૂ.6.9 કરોડની સહાય દ્વારા 174 લાભાર્થીઓના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો. જેમાં 5 લાભાર્થીઓને પ્રતીકરૂપે ચાવી વિતરણ કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક  પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગરીબોના ઉત્કર્ષ માટે કર્મઠ ગુજરાત સરકારે લોક કલ્યાણની યોજનાઓ અને અવિરત વિકાસના કાર્યો દ્વારા રાજ્યના નાગરીકોની સુખાકારીમાં વધારો કર્યો છે. ગુજરાત સરકારના શૃંખલાબંધ વિકાસકાર્યો અને અનેકવિધ યોજનાઓની સફળતાની વાત કરતા શ્રી દેસાઈએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય આજે કૃષિ, ફાર્મસી, રોજગાર, રીન્યુએબલ એનર્જી, દૂધ ઉત્પાદન, મીઠું ઉત્પાદન, હીરા ઉદ્યોગ અને પ્રવાસન સહિત તમામ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવામાં ગુજરાત સરકારે ગ્રામ વિકાસને મહત્વ આપ્યું છે. આજે ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી, સમરસ પંચાયત, સેવાસેતુ કાર્યક્રમ, ગામડાઓમાં ઓપન જીમ અને વાંચનાલય, મહિલા કેશ ક્રેડિટ, ગ્રામ હાટ, મનરેગામાં ડ્રોન નિરીક્ષણ અને ઓનલાઇન હાજરી, સોલર રૂફ ટોપ સહિતની વિવિધ યોજનાઓ અને સુવિધાઓથી ગામડાઓને આત્મનિર્ભર બનાવ્યા છે.

નડીઆદ નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી (BLC ઘટક) મુજબ નડીઆદ નગરપાલિકામાં 2018 થી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત BLC ઘટકમાં પાક્કા મકાન બાંધકામ શરૂ કરાવેલ જેમાં આજદિન સુધી 900 મકાનોની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જે પૈકી 522 મકાનોની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, અને સરકાર દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં DBT મારફત રાજ્ય સરકાર દ્વારા રૂ 2,00,000/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ 1,50,000 એમ કુલ રૂ 3,50,000/- ની સહાય આપેલ છે. અને સરકારશ્રી દ્વારા તેમને કુલ રૂ.18.27 કરોડની સહાય તેમના ખાતામાં આપવામાં આવેલ છે. બાકી રહેલા મકાનો હાલ અલગ અલગ સ્ટેજ પર પ્રગતિ હેઠળ છે.

આ પ્રસંગે રૂદ્રેશ જે. હુદડ, ચીફ ઓફિસર નડિયાદ નગરપાલિકા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ઉપરાંત શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું અને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણી, અમદાવાદ ઝોન પ્રાદેશિક કમિશનર અનિલભાઈ રાણાવસીયા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, અધિક નિવાસી કલેક્ટર  બી. એસ. પટેલ, સેનેટરી કમિટી ચેરમેન  ભાવેશભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કાઉન્સિલર  પ્રિતીબેન મકવાણા, નડિયાદ નગરપાલિકા ઉપપ્રમુખ  કિંતુભાઈ દેસાઈ, નડિયાદ પ્રાંત અધિકારી ભોરણીયા, ઇજનેર ચંદ્રેશભાઈ ગાંધી, પરેશભાઈ, પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार