सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન)માં 22મી બેચનો પદવીદાન સમારોહ યોજાયો

સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રીઓ અને મહેમાનોના હસ્તે 150 બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું

યેશા શાહ
  • Nov 27 2022 11:04AM

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન)માં તા.26/11/2022 ના રોજ 22મી batchનો પદવીદાન સમારોહ યોજાયો.

તેમાં સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનો  ના હસ્તે 150 બાળકો ને તેમના જીવન નું પ્રથમ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું.

જેમાં શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર બાળકોએ શ્લોકનું ઉચ્ચારણ પ્રસ્તુત કર્યા હતા.

જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે તપોવન ખાતે પધારી બાળ ઉછેર વિકાસની જાગૃતિ લાવી ભાવિ પેઢી માં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને ,આદર્શ બને,પારિવારિક થી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું  જીવન આદર્શ ,સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા.

સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા .

સંસ્થા ના કો-ઓર્ડીનેટર રાહુલભાઈ  દવે  એ  વક્તવ્ય પાઠવ્યું હતું. તેમાં રાહુલભાઈ દવે એ કેવી રીતે  શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર માં તાલીમ લઈ રહેલા 0 થઈ 3 વર્ષ ની ઉંમર ના બાળક ના 18% બ્રેઈન નો વિકાસ થાય છે  અને બાળક નું જીવન  ઉચ્ચતમ શિખરો ને પ્રાપ્ત કરે અને જીવન માં આગવી ઓળખ બનાવે  તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર  તપોવન કેન્દ્ર ને દશ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. દશાબ્દી વર્ષ પુરા થવા ના સંદર્ભ માં તપોવન માં અવનવી સ્પર્ધા ઓ યોજવાની છે તેની માહિતી આપવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार