सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિદેશી દારૂ સહિત ૪.૨ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરતી ચકલાસી પોલીસ

ઝડપાયેલ આરોપી તથા વિદેશી દારૂ આપનાર વિરુધ્ધ પ્રોહિ ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

યેશા શાહ
  • Oct 1 2022 5:01PM

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા નાયબ અધિ ડીયાદ ડીવીઝન નાઓએ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ આગામી સમયમાં વિધાનસભા ચુંટણી યોજાનાર હોય જેથી પ્રોહિ જુગારની પ્રવૃત્તી અંગે સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે આધારે ચકલાસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર  જે.એસ.ચંપાવત નાઓએ ચૂંટણીની અનુલક્ષી જરુરી તકેદારી રાખેલ.
દરમ્યાન તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ જેએસ ચંપાવત સી.પો. સબ.ઇન્સ. તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. હાજર હતા દરમ્યામન જે.એસ.ચંપાવત સી.પો.સબ.ઇન્સ. નાઓને બાતમી હકિકત મળેલ કે રામપુરા જાળીયો કુવો તાબે ચકલાસી રહેતા આરોપી રાવજીભાઇ છગનભાઇ વાઘેલા નાએ તેના મકાનની સામે બનાવેલ છાપરાની અંદર ભોયરું બનાવી તેમાં બીનઅધિકૃત રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે.

જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા બાતમીમાં જણાવેલ ઇસમ મળી આવેલ અને તેને સાથે રાખી તેના ઘર સામે બનાવેલ પતરાના છાપરામાં તપાસ કરતા ભોયરું મળી આવેલ જેમાં ભારતિય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવતા જેમાં ૭૫૦ મી.લી.ની કુલ્લે ૮૦૪ બોટલો કુલ કિં.રૂ. ૪,૦૨,૦૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ વગર પાસ પરમીટનો મળી આવેલ તથા આરોપીનો મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ. ૪,૦૨,૫૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ આરોપીના છાપરામાં બનાવેલ ભોયરામાંથી કબજે કરેલ છે. મળેલ આરોપી તથા વિદેશી દારૂ આપનાર વિરુધ્ધ પ્રોહિ ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार