सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા પોલીસ પરિવારને Axis Bank દ્વારા એક કરોડથી પણ વધુ માતબર રકમ ચેક દ્વારા આપવામાં આવી

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષ રાજેશ ગઢીયા એ એક્સિસ બેન્ક દ્વારા ત્વરિત કામગીરી બદલ એક્સિસ બેન્કની પ્રશંસા કરી

યેશા શાહ
  • Jun 28 2022 7:46PM

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લા પોલીસ જવાન પૃથ્વીસિંહ ફુલ સિંહ બારૈયા ઉંમર વર્ષ 33 જે આતરસુંબા પોલીસ મથકે ફરજ બજાવતા હતા પાછલા પાંચ છ મહિના પહેલા તેઓ આતરસુંબા નોકરી પૂરી કરી આતરસુંબા થી મહેમદાવાદ પોતાના ઘરે પાછા ફરતા હતા તે સમયે હીરાપુરા પાટિયા પાસે તેમને અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા હતા.

પૃથ્વીસિંહ બારીયા તેમના પરિવાર સાથે મહેમદાવાદ સ્થિત રહેતા હતા તેમની પત્ની ભાવનાબેન પૃથ્વીસિંહ બારૈયા ઉંમર વર્ષ 3૦ ને સંતાનોમાં બે બાળક જેમાં વૈભવ પૃથ્વીસિંહ બારૈયા 9 વર્ષ અને બીજો પુત્ર પ્રદિપસિંહ પૃથ્વીસિંહ બારીયા ઉમર વર્ષ 4 સાથે રહેતા હોય પૃથ્વીસિહ ની પત્નીને આ વાતની જાણ કરવામાં આવી હતી કે તેમના પતિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે સમગ્ર પરિવાર શોકની લાગણીમાં ડૂબી ગયો હતો અને તેમના માથે આભ ફાટ્યું હોય તેઓ ભાવનાબેનને ભાસ થયો હતો.

પરંતુ કુદરતનું કરવું સારા કર્મો ક્યાંક આડે આવતા હોય તો કુદરત પણ સાથ આપતી હોય છે તે સત્ય વાત છે વૈભવ સિંહ પૃથ્વી સિંહ થોડા દિવસ પહેલા Axis Bank માં ખાતું ખોલાવી નડિયાદ ખાતે તેમના પગારની સંપૂર્ણ સેલરી એક્સિસ બેન્ક ના ખાતામાં જમા થતી હતી અને તેના દ્વારા એક્સિસ બેન્કમાં એક્સિડેન્ટલ વીમો પણ તેમને આપવામાં આવ્યો હતો જેની માતબર રકમ એક કરોડ રૂપિયા હોય છે અને સાથે જો તેમના બાળક ભણતા હોય તો વધુ ચાર લાખ બેંનક વળતર પેટે ચૂકવતી હોય છે.

જેનો લાભ વૈભવ પૃથ્વી સિંહ બારૈયા ને મળવા પાત્ર થતા એક્સિસ બેન્ક દ્વારા આજરોજ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા તથા બેંકના વરિષ્ઠ કર્મચારીઓ દ્વારા વૈભવ પૃથ્વીસિંહ બારૈયા ના પત્ની ભાવનાબેન બારૈયા ને 30 લાખનો ચેક પ્રથમ હપ્તો પેટે આપવામાં આવ્યો હતો જ્યારે બીજા 70 લાખનો ચેક બે મહિના પછી તેમને આપવામાં આવશે અને વધુ ચાર લાખ રૂપિયા બાળકોને ભણતર પેટે પણ આપવામાં આવશે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષ રાજેશ ગઢીયા એ એક્સિસ બેન્ક દ્વારા ત્વરિત કામગીરી બદલ એક્સિસ બેન્ક ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બેંકનું ખુબ સુંદર કામ અને સચોટ કામ હોવાને કારણે અમારા પોલીસ જવાનના પરિવારને સહાયતા મળવાથી બેંકની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

ત્યારે બીજી તરફ વૈભવ પૃથ્વીસિંહ બારૈયા ની પત્ની ભાવનાબેન બારૈયા એ પણ બેંકનો આભાર માનતા આ સંકટ સમયે તેમને મદદરૂપ થવા બેન્કનો ખૂબ આભાર માન્યો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार