सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હવામાન વિભાગની આગાહી - નવરાત્રી દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા

જુઓ નવરાત્રીમાં ક્યા જિલ્લામાં વરસાદ વિઘ્ન બનશે

Jashu Bhai Solanki
  • Oct 1 2024 5:16PM
બંગાળની ખાડીમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગત સપ્તાહ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતી જોવા મળી પરંતુ હાલ ગુજરાતભરમાં વરસાદનું જોર ઘટી જતાં મોટાભાગના વિસ્તારથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે. નવરાત્રિનું પર્વ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું છે અને 11 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહ્યું છે ત્યારે આ સમય દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે. વરસાદ કયાં કેટલો પડશે તેને લઇને ચિંતા છે. તે સ્વાભાવિક છે. તો જાણીએ કે આખરે નવરાત્રિના સેલિબ્રેશનમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ. 3 ઓક્ટોબરથી  11 ઓકટોબર સુધી એટલે કે અંતિમ નોરતા સુધી ગુજરાતમાં કેવુ હવામાન રહેશે જાણીએ 

હાલ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આકાસ સ્વચ્છ અને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જો કે હજું પણ ચોમાસાએ વિદાય સમયે પણ ગુજરાતને વરસાદથી સંપૂર્ણ મુક્તિ મળે તેવા સંકેત નથી મળી રહ્યાં. આ સપ્તાહમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે દક્ષિણ ગુજરાત સિવાય આ સમય દરમિયાન વરસાદની ઓછી શક્યતા ઓછી છે

નવરાત્રિ દરમિયાન આ વસ્તારમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં આવનાર દિવસમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ભરૂચ ડાંગ છોટા ઉદેપુર,  અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ  આ વિસ્તારમાં  છૂટછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચથી 6 દિવસ છૂટછવાયો વરસાદ રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.  હાલ કોઇ સિસ્ટમ સક્રિય  ન હોવાથી ગુજરાતમાં કોઇ પણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार