सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મેંદરડા ખાતે દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ

કનકાઈ માતાજી મંદિરના મહંત હરિરામબાપુના સાનિધ્યમાં ૧૧ જેટલા નવ વર-વધુ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

કમલેશ મહેતા
  • Nov 27 2022 2:49PM

મેંદરડા તાલુકા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જે મેંદરડા ના સમઢીયાળા રાજેસર વચ્ચે કનકાઈ માતાજીના મંદિરે હરિરામ બાપુ ના સાનિધ્યમાં આ લગ્નોત્સવ યોજાયેલ હતો જેમાં ૧૧-જેટલા વર-વધુ દંપતીએ શાસ્ત્રોત વિધિ વિધાન સાથે પ્રભુતામા પગલાં પાડી નવજીવન ની શરૂઆત કરેલ હતી.

આ સમૂહ લગ્નોત્સવમાં અધ્યક્ષ જીગ્નેશગીરી, ઉપપ્રમુખ મહેશગીરી અપારનાથી,સહિત સમૂહ લગ્નોત્સવ કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, આ શુભ અવસરે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ના પુત્ર રાજ ચાવડા, જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુંમર, જોલીતભાઈ બુસા, તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, ખાખીમઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ, પત્રકાર કમલેશભાઈ મહેતા, કોષાધ્યક્ષ દિલીપભાઈ સોંદરવા, અશ્વિનભાઈ મહેતા, કનકાઈ મંદિરના હરિરામબાપુ  સહિતના દશનામ ગોસ્વામી સાધુ સમાજના આગેવાનો યુવા ટીમ મેંદરડા કમિટી બહારગામ થી પધારેલા સાધુ સમાજના આગેવાનો સંતો મહંતો ધર્મગુરુઓ સહિતનાઓનું સન્માન કરવામાં આવેલ હતું અને દાન આપનાર અને કરિયાવર દાતાશ્રીઓ તેમજ સાધુ સમાજના આગેવાનો સહિતનાઓનુ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.

આ શુભ લગ્નપ્રસંગે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું અને હરેશભાઈ ઠુંમર,રાજ ચાવડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે લોકતંત્રનો પર્વ એટલે આવનારી વિધાનસભાની ચૂંટણી માં તમામ લોકો ખૂબ બહોળી સંખ્યામાં તમારા મનગમતા ઉમેદવારને ફરજિયાત મતદાન કરવા અપીલ કરેલ હતી,આ તકે દશનામ ગોસ્વામી સાધુ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભોજન પ્રસાદ લીધેલ હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार