सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કોસ ગામે પરંપરાને અનુરૂપ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

મહુવા તાલુકાના કોસ ગામે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં પેઢીઓથી વપરાતા તુર થાળી વાદ્ય સાથે સૌ કોઈ એકઠા થઈ નૃત્ય કરતાં દેવનાં ગીતો ગાતાં ગાતાં ગામના હીંવાર્યા થાનકે પહોંચ્યા હતા

સ્નેહલ.પટેલ
  • Aug 10 2022 10:06AM
આજે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહુવા તાલુકાના કોસ ગામના લોકોએ ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી હતી. પેઢીઓથી વપરાતા તુર - થાળી વાદ્ય સાથે સૌ કોઈ એકઠા થ‌ઈ નૃત્ય કરતાં, દેવનાં ગીતો ગાતાં ગાતાં ગામના 'હિંવાર્યા' થાનકે પહોંચ્યા હતા. આ હિંવાર્યો દેવ એટલે ગામ આખાની રખેવાળી કરનાર દેવ. હિંવાર્યા ની સાક્ષીએ પરંપરાગત રીતે ધરતી પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમુદાયના લોકો માને છે કે આ ધરતી, આકાશ, જળ, વાયુ અને સૂર્ય-ચંદ્ર થકી જ માનવજીવન શક્ય છે. તેથી એ પ્રાકૃતિક તત્વોની આરાધના કરીને સમગ્ર માનવજાત સહિત જીવ સૃષ્ટિની સુખાકારી જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી. ગામના વરિષ્ઠ ખેડૂત મોહનભાઈ કાનજીભાઈ પટેલે સૌને ખેતીવાડી અંગે જ્ઞાન પિરસી ધોડીઆ ભાષામાં ગીતો રજૂ કર્યાં હતાં. ગામના જ યુવક-યુવતીઓએ વિશ્વ આદિવાસી દિવસની મહત્વતા તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયના પ્રશ્નો, ઉપલબ્ધિઓ વર્ણવી આદિવાસીની નવી પેઢીને પ્રેરણા આપવા સાથોસાથ વાર્તા, ઉખાણાં વગેરે લોકસાહિત્ય રજુ કરી તેમજ ગિલોલની નિશાનબાજી કરી બતાવીને પરંપરાગત જ્ઞાન વારસો જાળવવા ઉપર ભાર મૂક્યો હતો. ગામના વડીલો શંકરભાઈ પટેલ, રમણભાઈ પટેલ તેમજ લોકગાયક લીમજીભાઈ ધોડીઆએ કાર્યક્રમ આયોજન અંગે સમજ આપી આદિવાસી દિવસની ઉજવણી પરંપરાગત રીતે કેમ કરી શકાય એ સમજાવ્યું હતું. આદિવાસીઓનો પારંપરિક આહાર કહી શકાય એવું પેજવું અને વાલનું બફાણું આરોગી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार