सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે પીડિત પરિવારની ગુજરાત સરકારના રાજ્યમંત્રી અનિલ રૈયાણીએ લીધી મુલાકાત

8 વર્ષીય બાળા પર દુષ્કર્મ અને મર્ડર અંગે આપ્યું મોટું નિવેદન. નરાધમને ફાંસીને માંચડે લટકાવવા સુધી સરકાર કટિબદ્ધ.

મૌલિક ઝણકાટ
  • Jun 25 2022 8:08PM

રાજ્ય સરકારના વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ આજે કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે મુલાકાત લીધી હતી.શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી અરવિંદ રૈયાણીએ આજે જંત્રાખડી ગામે આવીને દુષ્કર્મ બાદ મર્ડર નો ભોગ બનેલી 8 વર્ષીય બાળા નાં પરિવારને મળી સાંત્વના આપીને બાળાની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે હું જણાવ્યું છું કે, 'આ અઘટિત કૃત્ય કરનાર નરાધમને ફાંસીને માંચડે લટકાવવા સુધી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર શાંત નહીં રહે.સરકાર એવો દાખલો બેસાળશે કે જેથી સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે.'


કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષીય બાળા પર દુષ્કૃત્ય સાથે મર્ડર મામલે ભોગ બનનાર બાળા નાં પરિવારને આશ્વાસન આપવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાધુ સમાજના અગ્રણી અને ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ આવ્યા હતા.દશનામ સાધુ સમાજ વતી તેઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આવું અધમ કૃત્ય કરનારને ફાંસીને માંચડે લટકાવવાની માંગ સરકાર સમક્ષ રાખી હતી.સાથે જણાવ્યું હતું કે, 'જે દેશમાં નારીનું સન્માન ન જળવાય તે દેશમાં ધર્મ અને રાષ્ટ્રનું ઉત્થાન થતું નથી.' ફૂલ જેવી બાળકી પર દુષ્કૃત્ય કરી મોત નિપજાવનાર નરાધમ ને કડકમાં કડક સજા થવી જ જોઈએ.ત્યાં સુધી સાધુ સમાજ શાંત નહિ બેસે.'

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार