सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ પહોંચ્યા કોડીનાર ના જંત્રાખડી ગામ જ્યાં પીડિત પરિવારને મળી એક લાખ રૂપિયા સહાય આપી

મોરારી બાપુએ ચોરાની અંદર રામધૂન બોલાવી હતી અને મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી બાપુએ માંગ કરી છે.

મૌલિક ઝણકાટ
  • Jun 26 2022 5:58PM

હાલ માજ ગીરના કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષની બાલા સાથે દુષ્કર્મ.બાદ તેની હત્યાની ઘટનાના પગલે રાજ્ય ભરમાં હાહાકાર મચ્યો છે. આ દીકરી સાધુ સમાજની હતી જેના કારણે સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ આજે જંત્રાખડી પહોંચ્યા હતા જ્યા પીડિત પરિવારની મુલાકાત કરી બાપુએ તેને સાંતત્વના પાઠવી હતી મોરારીબાપુ બદ્રીનાથથી કથા પૂર્ણ કરી સીધા જ દીવ એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી કાર મારફત જંત્રાખડી પહોંચ્યા હતા.

મોરારીબાપુએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી વખોડી કાઢી હતી પરિજનની મુલાકાત બાદ બાપુ સીધા જ બાળાના સમાધિ સ્થળ પહોંચ્યા હતા જ્યા તેમને બાળકીની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાથના કરી હતી મોરારી બાપુએ ચોરાની અંદર રામધૂન બોલાવી હતી અને મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી બાપુએ માંગ કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार