सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અતિથી ગાર્ડન રેસ્ટોરેન્ટના પાછળના ભાગે આવેલ સર્વન્ટ ક્વાર્ટસ ઓરડીમાંથી ૧૨ જુગારીયાઓને ઝડપી પાડતી LCB ખેડા-નડીયાદ

ખેડા નડિયાદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહુધા પો.સ્ટે. હદ વિસ્તારના અતિથી ગાર્ડન રેસ્ટોરેન્ટના પાછળના ભાગે આવેલ સર્વન્ટ ક્વાર્ટસ ઓરડીમાંથી કુલ ૧૨ જુગારીયાઓને ઝડપી પાડી જુગારનો ગણાનાપાત્ર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યેશા શાહ
  • Aug 6 2022 8:05PM

 • અતિથી ગાર્ડન રેસ્ટોરેન્ટના પાછળના ભાગે આવેલ સર્વન્ટ ક્વાર્ટસ ઓરડીમાંથી ૧૨ જુગારીયાઓને ઝડપી પાડતી LCB ખેડા-નડીયાદ
 • ખેડા નડિયાદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહુધા પો.સ્ટે. હદ વિસ્તારના અતિથી ગાર્ડન રેસ્ટોરેન્ટના પાછળના ભાગે આવેલ સર્વન્ટ ક્વાર્ટસ ઓરડીમાંથી કુલ ૧૨ જુગારીયાઓને ઝડપી પાડી જુગારનો ગણાનાપાત્ર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજ તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ  એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ જે.વી.વાઢિયા, હેઙકો.કનકસિંહ, હે.કો.પ્રવિણકુમાર, હેઙકો.રાજેન્દ્રકુમાર, હેઙકો.રાજેશભાઇ, પો.કો.રાજેન્દ્રકુમાર, પો.કો.જયેશભાઇ તથા પો.કો.અર્જુનસિંહ વિગેરે પોલીસ માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેઙકો. કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અલીણા, ચોકડીથી ડાકોર રોડ ઉપર આવેલ અતિથી ગાર્ડન રેસ્ટોરન્ટના પાછળના ભાગે આવેલ સર્વન્ટ ક્વાર્ટસની ઓરડીમાં રવિભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.મહિસા તા.મહુધા જી.ખેડા નાઓ કેટલાંક ઇસમો બહાર થી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમતા રમાડતો હોવાની માહીતી આધારે સ્થળ ઉપર રેઇડ કરતા કુલ ૧૨ ઇસમો

(૧) વિપુલભાઇ ઉર્ફે લાલો રામાભાઇ પટેલ
(૨) કિરણભાઇ જશુભાઇ પટેલ
(૩) દક્ષેશકુમાર રાવજીભાઇ પટેલ
(૪) ધર્મેશકુમાર ગીરીશભાઇ પટેલ
(૫) હાર્દિકકુમાર બળવંતભાઇ પટેલ
(૬) હીરેનકુમાર વિઠ્ઠલભાઇ પટેલ
(૭) દિલીપભાઇ ભાસ્કરભાઇ પટેલ
(૮) વિજયકુમાર રાવજીભાઇ પટેલ
(૯) રોહીતભાઇ શાંતીલાલ સોની 
(૧૦) મુકેશભાઇ રામસીંગભાઇ
(૧૧) વિનુભાઇ મોહનભાઇ ઓડ
(૧૨) જીતેન્દ્રકુમાર ગણપતભાઇ મિસ્ત્રી

આ તમામને પત્તા-પાના પૈસાથી હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી પકડાયેલ તમામ આરોપીઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૨,૩૯,૦૨૦/-, દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧૩,૬૦૦/-, કુલ રોકડ રૂ. ૨,૫૨,૬૨૦/- તથા પત્તા પાના નંગ-૫ર કિં.રૂ.૦૦/૦૦, મોબાઇલ ફોન નંગ ૯ કિં.રૂ.૪૦,૫૦૦/- તથા ચાદર-૧ કિં.રૂ.૦૦/૦૦ વેગનઆર ગાડી -૦૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની મળી કુલ્લે રૂ.૫,૯૩,૧૨૦/- ના જુગારના સાધનો સાથે મળી આવી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ મહુધા પો.સ્ટે. જુગારા ધારા કલમ ૧૨ મુજબ હેઙકો. કનકસિંહ નાઓએ ફરીયાદ આપેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार