सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેશોદ કોંગ્રેસ સમિતીએ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી ઘરણાં કાર્યક્રમ યોજમાં પોલીસે અટકાયત કરી

સુત્રોચ્ચાર કરતાં પહોંચેલાં કોંગી કાર્યકરોએ મામલતદારને આવેદન આપી યુવાનો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી

હિમાંશુ કરંગિયા
  • Jun 28 2022 8:25PM

કેશોદ કોંગ્રેસ સમિતિએ પ્રવર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને સૈન્યમાં ભરતી કરવા બનાવાયેલી અગ્નિપથ યોજનાનો મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો. સુત્રોચ્ચાર કરતાં પહોંચેલાં કોંગી કાર્યકરોએ મામલતદારને આવેદન આપી યુવાનો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી. જો કે ઘરણાં કાર્યક્રમ યોજાઈ તે પહેલાં તમામ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને સૈન્યમાં ભરતી કરવાં અગ્નિપથ યોજના બનાવવામાં આવી છે જેમાં દેશની રક્ષા માટે 4 વર્ષની ફરજ બજાવવાની હોય છે આ સૈનિક નિવૃત્ત થયા બાદ તે કોઈ સરકારી કચેરી કે ખાનગી સંસ્થામાં નોકરી કરી શકે છે. ફરજના 4 વર્ષ દરમ્યાન અનેક લાભો પણ આપવામાં આવે છે તેવા સમયે દેશભરમાં આ યોજનાનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે કોંગ્રેસ સમિતીના આગેવાન કાર્યકરો બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી સુત્રોચ્ચાર કર્યો હતો. અને બાદમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું આવેદનમાં ઉલ્લેખ કરી જણાવ્યું કે અગ્નિપથ યોજનામાં 4 વર્ષ ફરજ બજાવ્યાં બાદ નિવૃત્ત કરવામાં આવે છે જે સમય યુવાનીનો હોય છે. એક વખત સૈન્યમાં ફરજ બજાવ્યાં પછી અન્ય જગ્યાએ તે નોકરી કરે તો સૈન્ય જેવું માન સન્માન મળતું નથી જે અપમાનજનક બાબત કહેવાય તેમ કહી જનરલ વી. કે. સીંધે કોર્ટમાં જઈ નિવૃતી વય મર્યાદા વધારવા માંગ કરી હતી તે મુદ્દો ટાંકી યુવાનીમાં નિવૃત થવું તે ખરાબ વાત કહેવાય તેવી રજૂઆતો કરી હતી. જો કે કોંગી કાર્યકરોના અવાજથી તાલુકા સેવા સદન ગાજી ઉઠ્યું હતું. પોલીસે કોંગી આગેવાનોને ઘરણાં સમાપ્ત કરવા જણાવતાં આગેવાનોએ આવેદન આપી કાર્યક્રમ પુર્ણ જાહેર કરશું પરંતુ આગળ કાર્યક્રમ યોજાશે તેવી પોલીસે તમામની અટકાયત શરૂ કરી પોલીસ સ્ટેશને લઈ જવાયાં હતાં. આગામી સમયમાં ચૂંટણીઓ નજીક આવતી હોય અગ્નિપથ યોજનાની વાતને યુવકો સુધી પહોંચાડવા ચીમકી પણ ઉચ્ચારી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार