सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી મહાલક્ષ્મી સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડની વાર્ષિક સાધારણ સભા મળી

આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે સંસ્થાએ રૂપિયા 5,09,153 નો ચોખ્ખો નફો કર્યો છે. અને સંસ્થાના મુખ્ય મકાનના નવીનીકરણ બાદ તેમાં અનેકવિધ નવી આઈટમોનું વેચાણ શરૂ કરવામાં આવનાર છે

સુરેશ પારેખ
  • Oct 1 2022 5:11PM

કપડવંજ તાલુકાનો એકમાત્ર સહકારી ભંડાર કે જે અપના બજાર જેવું મહત્વ ધરાવે છે તે શ્રી મહાલક્ષ્મી સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડ કપડવંજની 58 વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન અલ્પેશ બી‌. પંડ્યાના અધ્યક્ષ પદે મળી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે સંસ્થાએ રૂપિયા 5,09,153 નો ચોખ્ખો નફો કર્યો છે. અને સંસ્થાના મુખ્ય મકાનના નવીનીકરણ બાદ તેમાં અનેકવિધ નવી આઈટમોનું વેચાણ શરૂ કરવામાં આવનાર છે.

અને ગ્રાહકોને તેમજ શેર હોલ્ડરોને તેમાંથી ખરીદી કરવા અનુરોધ કર્યો હતો. ભંડારની ઉત્તરોત્તર પ્રગતિ માટે તેઓએ સૌના સાથ અને સહકાર માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે રજૂ કરવામાં આવેલા ગત વર્ષના તમામ હિસાબો તથા સરવૈયું અને નફા તોટા નો હિસાબ સર્વાનૂમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

આ સભામાં સેક્રેટરી ધર્મેશ શાહ, ડિરેક્ટરશ્રીઓ મહેશ શાહ, કીર્તન પરીખ, મુકેશ વૈદ્ય, વિનસ જયસ્વાલ, ચંદ્રકાંત શાહ, અલ્કેશ જોશી તથા સંજય શાહ અને શેર હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાનું સફળ સંચાલન સંસ્થાના મેનેજર સ્નેહાબેન બી ભટ્ટે કર્યું હતું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार