सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજમાં ભાજપ દ્વારા વિકાસનો ગરબો, શેરી નાટક દ્વારા પ્રચાર

કલાકારો સરકારની યોજનાઓ, મોદી સરકારની ઉપલબ્ધિઓ વગર ભાષણે મતદારો સુધી પહોંચાડી રહ્યા છે

સુરેશ પારેખ
  • Nov 27 2022 10:49AM

 ભાજપ ચૂંટણી પ્રચાર માટે હાઇટેક ટેકનોલોજીની સાથે નીચેના મતદારો સુધી પણ પોતાની વાત પહોંચાડવા નવા નવા આઈડિયાનો ઉપયોગ કરે છે. થ્રીડી રથ હોય તો સાથે સાથે વિકાસનો ગરબો શેરી નાટક જાદુગરની ટીમ પણ પ્રચારમાં ઉતારે છે. અને સામાન્ય મતદારોને તેમની સહજ અને સરળ ભાષામાં વિકાસની વાત સમજાવે છે.

કપડવંજ પંથકમાં પણ શેરી નાટક, વિકાસનો ગરબો અને થ્રીડી રથ હાલ પ્રચારમાં કાર્યરત છે. કપડવંજ વિધાનસભામાં અનેક સ્થળોએ પ્રોફેશનલ કલાકારો દ્વારા વિકાસનો ગરબો અને શેરી નાટક ભજવાઇ રહ્યા છે. જે મોટી સંખ્યામાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વિકાસના ગરબા અને શેરી નાટક દ્વારા આ કલાકારો સરકારની યોજનાઓ મોદી સરકારની ઉપલબ્ધિઓ અને વિકાસના કામો કોઈપણ નેતા કે ભાષણ વગર સીધે સીધા મતદારો સુધી પહોંચાડી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
શેરી નાટક અને વિકાસનો ગરબો ગામડાઓમાં મુખ્ય માર્ગો પર કલાકારો દ્વારા નાટક ચાલુ થાય કે ગરબાની રમઝટ ચાલુ થાય તે સાથે જ લોકો ટોળે ટોળા વળી રહ્યા છે. ગરબામાં અને નાટકના સંવાદમાં જ સરકારની વિવિધ યોજનાઓને વણી લેવાઇ છે. આમ ભાજપે મોટી મોટી જંગી સભાઓ સાથે સામાન્ય મતદારો સુધી પહોંચવા પણ પ્રચાર પ્રસારમાં કમી રાખી નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार