सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજમાં ભાજપના રાજેશ ઝાલાનો જંગી સરસાઈથી ભવ્ય વિજય

ત્રણ ટર્મ પછી કોંગ્રેસનો સફાયો, કોંગીના ગઢ ઉપર બુલડોઝર, રાજેશ ઝાલાનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું

સુરેશ પારેખ
  • Dec 9 2022 3:52PM

સમગ્ર ગુજરાતની સાથે ખેડા જિલ્લાની છ એ છ બેઠક અને કપડવંજ વિધાનસભામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ૧૨૦-કપડવંજ વિધાનસભા મતક્ષેત્રમાં 15 વર્ષ પછી કમળ ખીલ્યું છે. કપડવંજમાં ત્રણ ટર્મ બાદ ભાજપાએ જીત મેળવી હતી. કપડવંજ - કઠલાલ બન્ને તાલુકા મળી કપડવંજ બેઠક બન્યા બાદ કોંગ્રેસના ગઢમાં ભાજપાએ જીત મેળવી છે.ભાજપાની જીતથી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી , મિઠાઈ વહેંચી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

મોદી મેજીકથી કપડવંજમાં ભાજપાએ બાજી મારી હતી. ભાજપાના રાજેશ ઝાલાએ ૧૧૦૦૫૧ 1,10051 મતો મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ 79046 મતો મેળવતા 30845 લીડ સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નોટામાં 3,180 મતો પડ્યા હતાં. જ્યારે આપના ઉમેદવાર મનુભાઈ પટેલને 8,952 મતો મળ્યા હતાં. આ ચૂંટણીમાં ઊભા રહેલ કુલ પાંચ ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.

રાજેશ ઝાલા વિજયી થતાં કપડવંજમાં વિજયોત્સવ મનાવ્યો હતો.સવારથી ભાજપ લીડ મેળવી રહ્યા છે તે જાણી કપડવંજ નગરમાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.ભાજપાના રાજેશ ઝાલાએ ભવ્ય વિજય મેળવતા કપડવંજ નગરના રાજમાર્ગો ઉપર તેની વિજયી રેલીમાં વિશાળ જનમેદની સાથે ડીજેના તાલે કાર્યકર્તાઓ ઝુમી ઉઠ્યા હતાં.ફટાકડા ફોડી, મિઠાઈ ખવડાવી અને ગુલાલની છોડો ઉડાડી વિજય મહોત્સવની ઉજવણી કરી હતી.

કઠલાલમાં વિજય સરઘસ બાદ કપડવંજ આવતા સુધી વચ્ચે આવતા ગામોમાં ઠેર-ઠેર રાજેશ ઝાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું .૧૫ વર્ષ પછી કપડવંજ વિધાનસભા બેઠક ઉપર પુનઃ ભગવો લહેરાતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કપડવંજ શહેર-તાલુકા સંગઠન સહિત નગરજનોએ રાજેશ ઝાલાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું

વિજય રેલી કપડવંજ નગરના રાજમાર્ગો ઉપર ફરતા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિજય સરઘસમાં વિધાનસભા ઇન્ચાર્જ દશરથભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહ, સેજલ બ્રહ્મભટ્ટ, એપીએમસી ચેરમેન અને જિલ્લા મંત્રી નિલેશ પટેલ, વિવેક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો સમર્થકો જોડાયા હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार