सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ જાહેર માર્ગ પર ચપ્પાના ઘા મારી હત્યાનો પ્રયાસ

જિલ્લા પોલીસવડા તથા એલસીબી ટીમ સહિત પોલીસ કાફલો કપડવંજમાં

સુરેશ પારેખ
  • Aug 9 2022 6:38PM

શહેરના ત્રિવેણી પાર્કથી નદી દરવાજા રોડ પર આજે સવારે  10:30 કલાકના અરસામાં બે ઈસમો વચ્ચેની રકઝકમાં ત્રીજા માણસે વચ્ચે પડતા એક ઇસમે તેને ચપ્પુ કાઢી મારી નાખવાના ઇરાદે છાતી પર ત્રણ જેટલા ઘા મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઇસમને તાત્કાલિક નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

આજે મોહરમનો તહેવાર હોવાથી હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચેની આ લડાઈ ગંભીર રૂપ ધારણ ન કરે તે માટે જિલ્લા પોલીસવડા રાજેશ અઢિયા તથા એલસીબીની ટીમે તાત્કાલિક કપડવંજ પહોંચી ડીવાયએસપી અને ટાઉન પીઆઇને જરૂરી સૂચનાઓ આપી હતી.

બનાવની વિગતો જોઈએ તો શબ્બીરમીંયા ઉર્ફે ધુમાલ હુસેનમીંયા મલેક (રહેઠાણ કાલીબસતી ,કપડવંજ ) રસ્તા વચ્ચે મુંગા રખડતા માણસને માર મારતો હતો.તે દરમિયાન અર્જુનભાઈ શંકરભાઈ નાયક ( ઉંમર વર્ષ 30 રહેઠાણ નવા બસ સ્ટેન્ડ સામે કપડવંજ ) વચ્ચે પડતા શબ્બીર મીંયાએ ઉશ્કેરાઇ જેમતેમ ગાળો બોલીને પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અર્જુનને મારી નાખવાના ઇરાદે છાતી ઉપર જમણી બાજુ તથા છાતીની ડાબી બાજુ  બગલ નીચ વાસ તથા ડાબા પડખે ચપ્પાના ઉપરા ઉપરી ત્રણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજા પામેલ અર્જુનભાઈને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે હુમલો  કરનાર  શબ્બીર મીયાને પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કેસની તપાસ ચૌધરી કરી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार