सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઝાલોદ નગરની સાઇન્સ કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાન યોજાયું

વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે તેથી પોલિસ કર્મચારી, શિક્ષકો તેમજ ચુંટણીમાં ફરજ દરમ્યાન હાજર રહેનાર કર્મચારીયોનું મતદાન આજરોજ રવિવારે સવારે ૯ થી ૫ વાગ્યા દરમ્યાન યોજવામાં આવ્યું હતું

પંકજ પંડિત
  • Nov 27 2022 4:16PM

વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે તેથી પોલિસ કર્મચારી, શિક્ષકો તેમજ ચુંટણીમાં ફરજ દરમ્યાન હાજર રહેનાર કર્મચારીયોનું મતદાન આજરોજ રવિવારે સવારે ૯ થી ૫ વાગ્યા દરમ્યાન યોજવામાં આવ્યું હતું .આ મતદાન સાઇંસ કોલેજ ખાતે પોસ્ટલ પદ્ધતિ મુજબ ચુંટણી અધિકારીની દેખરેખ હેઠળ યોજાયું હતું. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક કે મતદાન મથક બહાર, ઇમર્જન્સી સેવા આપનાર કર્મચારીઓ જેવા તમામ કર્મચારીઓનું મતદાન ઝાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર ,નાયબ મામલતદાર, ઝાલોદ નગર પાલિકા ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ મતદાન યોજવામાં આવ્યું હતું.

પોસ્ટલ બેલેટથી મતદાનનો આશય એટલો હોય છે કે કોઈ પણ નાગરિક મતદાનથી દૂર ન રહે અને પોતાના અમૂલ્ય અધિકાર વોટનો ઉપયોગ કરી શકે .આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચના નિયમ હેઠળ થતી હોય છે . આ મતદાન પ્રક્રિયા ૨૭ થી ૨૯ સુધી તબક્કા વાર અલગ અલગ સરકારી કર્મચારીઓનું યોજાનાર છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार