सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અવિરત સેવા આપનાર ૧૦૮ ની ટીમની ઈમાનદારી

ગરીબ હોય કે આમિર સૌ કોઈ માટે પૈસો પરમેશ્વર હોય છે. પરંતુ ૧૦૮ ના કર્મચારીઓની વાત જ કઈક અલગ છે

રાજેશ હિન્દુજા
  • May 21 2022 5:57PM
જામનગરમાં ઉજાગર થયો છે ૧૦૮ના આ કર્મચારીની પ્રમાણિકતાનો કિસ્સો, જ્યારે શહેરમાં એક જ દિવસમાં બે હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં મૃતક મહિલા પાસેથી મસ મોટી રકમ ૨.૬૫.૦૦૦ રૂપિયા મળી આવતા ૧૦૮ ના EMT દિવ્યેશ બીજાણી તેમજ પાયલોટ મહેન્દ્રસિંહ વાળા દ્વારા મૃતકના પરિવાર જનોને આ રૂપિયા પરત આપી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પડ્યું હતું તથા ૧૦૮ની સંપૂર્ણ ટીમનું ગૌરવ વધાર્યું હતું.

આ પહેલા પણ મણાવદર ૧૦૮ના કર્મચારીએ ૭૫૦૦૦/- મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી, માણાવદર તાલુકાના રફાળા ગામ પાસે એક યુવાન બેભાન થઈ જતા તેને ૧૦૮માં સારવાર માટે ફોન આવ્યો હતો. ત્યારે તેઓ પાસે રોકડ રકમ અને મોબાઈલ સહિતના જરૂરી કાગળો પણ હતા જે તેમના સગાને પરત કર્યા હતા.

એવો જ એક ૧૦૮ ના કર્મચારીની પ્રમાણિકતાનો કિસ્સો આજરોજ પ્રકાશમાં આવ્યો જેમાં વહેલી સવારના સુમારે ૦૭:૦૦ વાગ્યા આસપાસ ભાણવડ તાલુકાના ઘુમલી રોડ પર આવેલા દૂધેશ્વર મંદિર પાસે મોટરસાઇકલ ચાલકે કાબૂ ગુમાવતાં વાહન સ્લીપ થતા ચાલકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તથા ભાણવડ ૧૦૮માં કાર્યરત પાઈલટ ભરતભાઈ વાળા અને EMT મહેશભાઈ વાળા દ્વારા ઇજાગ્રસ્તને જરુરી સારવાર બાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, આ ૪૦ વર્ષીય દર્દી પાસેથી અસકસ્માત સમયે મળી આવેલ 30,000/- રોકડ, એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન તેમજ અન્ય એક કીપેડ ફોન સાથે જરૂરી કાગડો મળી આવ્યા હતા, જે પાઈલોટ ભરતભાઈ અને EMT મહેશભાઈ દ્વારા દર્દીના પુત્ર મૌલિકભાઇ ને સુપ્રત કરી પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार