सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રિવાબા જાડેજાની ફટકાબાજી રંગ લાવી

78 વિધાનસભા જામનગર ઉત્તર ભારતીય જનતા પાર્ટીએ જંગી મતોથી જીત મેળવી

સોલંકી યુવરાજ
  • Dec 9 2022 2:23PM

8 તારીખે વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ EVM માંથી ખુલતા ગુજરાત ફરી ભગવા રંગે રંગાયું.

જામનગર જીલ્લાની 78 વિધાનસભા જામનગર ઉત્તર સીટ છે ત્યાં  ટોટલ 2,63,483 મતદારો છે. તેમાંથી પ્રથમ ચરણમાં તા. 1-12 ના રોજ થયેલ મતદાનમાં 1,47,447 મતદારોએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. જે 78 વિધાનસભાનું ટોટલ મતદાન 55.96 % નોંધાયું હતું.

જેમની મતગણતરી તારીખ 8-12 ના રોજ જામનગર હરિયા કોલેજ ખાતે સવારે 8:00 કલાકે શરૂ થઈ હતી.

ભાજપના રિવાસિંહ હરદેવસિંહ સોલંકી
(રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા)ને 88,835 મત મળ્યા હતા 57.79%

કૉંગ્રેસના બીપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજાને 23,274 મત મળ્યા હતા 15.14 %

આમ આદમી પાર્ટીના આહિર કરશનભાઇ પરબતભાઇ કરમુરને 35,265 મત મળ્યા હતા 22.94 %

બહુજન સમાજ પાર્ટીના એડવોકેટ જગદીશ માણસીભાઇ ગઢવીને 2,088 મત મળ્યા હતા 1.36 %

અપક્ષના અનવર દાઉદ કકલને 293 મત મળ્યા હતા 0.19%

અપક્ષના કેર રહીમ ઓસમાણભાઇને 114 મત મળ્યા હતા 0.07%

અપક્ષના ચાવડા અશોક નાથાભાઇને 131 મત મળ્યા હતા 0.09%

અપક્ષના જાહીદ આવદભાઇ જામીને 179 મત મળ્યા હતા 0.12%

અપક્ષના મલેક આદિલ રસીદભાઇને 398 મત મળ્યા હતા 0.26%

અપક્ષના મિયા આમીન રહીમભાઇને 328 મત મળ્યા હતા 0.21%

અપક્ષના હીનાબેન દેપાભાઇ મકવાણાને 377 મત મળ્યા હતા 0.25%

નોટામાં 2444 મત પડયા હતા 1.59 %

જેમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને 77-78-79ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્નીને ભાજપ દ્વારા ટિકિટ આપી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેમાંઘણાં અંદરોઅંદરના મતભેદોનો  રિવાબાને સામનો કરવો પડ્યો હતો.

ભાજપના રિવાબા જાડેજા, કૉંગ્રેસના બીપેન્દ્રસિંહ જાડેજા અને આપના કરશનભાઇ કરમુર વચ્ચે ત્રી-પાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ 53,570 જેવા જંગી મતનો રેકોડ સર્જી આપના ઉમેદવાર અને જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુરને હાર આપી આપના સુપડા સાફ કર્યો હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार