सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

PMનો વિજય સંકલ્પ જન સંમેલન

જામનગરમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય જન સંમેલન

સોલંકી યુવરાજ
  • Nov 29 2022 11:07AM
જામનગર અને દેવભૂમિ દ્વારકાની વિધાનસભા ચૂંટણી સંદર્ભે વડાપ્રધાન મોદીનો જામનગર પાસે આવેલ ગોરધનપર ગામે ભવ્ય વિજય સંકલ્પ જન સંમેલન કાર્યક્રમ યોજાયો.

વિજય સંકલ્પ જન સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,સાંસદ પૂનમબેન માડમ,જામનગર શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા દ્વારકા શહેર અધ્યક્ષ ખીમભાઈ જોગલ, કેબિનેટ મિનિસ્ટર આઇ.કે.જાડેજા, પૂર્વ મંત્રી આર.સી ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વસુબેન ત્રિવેદી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, ચીમનભાઈ સાપરિયા, મુળુભાઈ બેરા, પબુભા માણેક,પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, મયુરભાઈ ગઢવી અને યુવરાજસિંહ વાઢેર સહિતના મહાનુભાવો મંચસ્વ પર બિરાજમાન થયેલ.

મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપનભાઈ પરમાર, સ્ટે.ક. ચેરમેન મનીષભાઈ કટારીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચાનીયારા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM દ્વારા ડબલ એન્જિનની સરકાર બનવાથી ગુજરાત અને ભારતમાં સમૃદ્ધિ લાવી છે. જામનગર અને દ્વારકાને જોડતા તમામ હાઈવે રોડ ઓવરબ્રિજ થી ડેવલોપ કરવામાં આવ્યા છે. દ્વારકામાં સિગ્નેચર બ્રિજ નું કામ પૂર જોશમાં આગળ વધી રહ્યું છે અને શિવરાજપુર બીચ પર્યટકોનું માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અત્યારે જામનગરના ઉદ્યોગ વિશ્વભરમાં નામ કરેલ છે. પછી બાંધણી હોય કે બ્રાસપાટ હોય. ગુજરાત જ્યારે સાયકલ નતી બનાવતી પણ હવે જામનગરનો ઉદ્યોગથી પિન થી લઈને એરોપ્લેન ના પાર્ટ્સ સુધી એન્જિનિયરિંગની દુનિયામાં ખૂબ નામ કમાવ્યું છે. નાનામાં નાનો માણસ ગરીબ માણસ પણ હાલ મોબાઈલ વાપરતો થયો છે. અને ગુજરાતને હજુ વિકાસશીલ બનાવવા સાથે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અને આઝાદી અમૃત મહોત્સવના 100  પૂર્ણ કરવા માટે હજુ 25 વર્ષ આવી જ રીતે જંગી બહુમતીથી જીતાડવા માટેનું લોકો સમક્ષ રજૂઆત કરી અને લોકોએ મોદીજીના બોલને નિભાવવાની ખાતરી આપી હતી. અને વધુમાં વધુ મતદાન કરવા માટે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી.

પીએમ  વિજય સંકલ્પ સંમેલનમાં હજારોની સંખ્યામાં મોદી ચાહકો આવી પહોંચ્યા હતા અને ટ્રાફિક  અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ખુબ સરસ કામગીરી કરવામાં આવી હતી. જેમના કારણે આવડી મોટી જન્મમેદની ભેરી થવા છતાં પણ કોઈને તકલીફ ના પડે તેની વિશિષ્ટ કાળજી રાખવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार