सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આગામી રવિવારે જિલ્લાના દરેક પી.એચ.સી. ખાતે મેગા કોવિડ વેકસીનેશન કેમ્પ યોજાશે

લાગુ પડતા દરેક લાભાર્થીઓએ અચૂક કોવિડ વેકસીન લેવા તંત્ર દ્વારા કરાઈ અપીલ

રાજેશ હિન્દુજા
  • May 20 2022 7:44PM
જામનગર તા.૨૦ મે, રાજ્ય સરકારની સુચના મુજબ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફન્ટ લાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ વય જુથના કોવીડ વેકસીનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ અને ૧૨ થી ૧૭ વર્ષના બાકી રહેતા તમામ લાભાર્થીને બીજા ડોઝ માટે કોવીડ રસીકરણ હેઠળ આવરી લેવાના ઉદેશથી આગામી તા.૨૨ મે, રવિવારના રોજ જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાગુ પડતા દરેક લાભાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી વેક્સીનેશન કેમ્પમાં આવરી લેવામા આવશે. તથા જરૂરીયાત મુજબ “હર ઘર દસ્તક” મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સીનેશન મળી રહે તે માટેનું આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં વેક્સીનેશન (રસીકરણ) કામગીરી કોરોના નિયંત્રણમાં ખુબ જ અસરકારક હથિયાર સાબિત થયેલ છે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ તથા બીજો ડોઝ લેવો ખુબ જ જરૂરી હોય બાકી રહેતા તમામ લાભાર્થીઓને આ મેગા કેમ્પનો લાભ લેવા તથા રાજકીય/સામાજિક/ધાર્મિક અગ્રણીઓને કોવિડ વેક્સીનેશન મેગા કેમ્પ સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार