सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે છેતરપિંડી આચરનાર ભેજાબાજની સુરત સાયબર સેલ દ્વારા દિલ્હીથી ધરપકડ

ભેજાબાજ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામ નું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું.

યજ્ઞેશ પટેલ
  • May 14 2022 6:40PM
હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે રૂપિયા 67.79 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં ભેજાબાજની દિલ્હી ખાતેથી સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભેજાબાજ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામ નું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું. ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા, તે ફોર્મેટમાં મેઈલ મોકલી ઠગાઈ આચરી હતી. જેમાં ફેક આઇડી વડે ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમના ગુનાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો થઈ રહ્યો છે.વધતી જતી ટેક્નોલોજીની સાથે લેભાગુ અને ભેજાબાજો તેનો દુરુપયોગ કરી લોકોને શિકાર બનાવી રહ્યા છે.આવી જ કંઈક ઘટના સુરતમાં સામે આવી છે.જ્યાં માત્ર ધોરણ દસ નાપાસ ભેજાબાજે સુરતની ડિટોકસ ગ્રુપ કંપની જોડે 67.79 લાખની છેતરપિંડી આચરી હતી.સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલ ડિટોકસ ગૃપ નામની કંપની હજીરા-ઘોઘા રો-રો ફેરી ચલાવે છે.જ્યાં નવા ખરીદાયેલા શિપનો રીપેરીંગ અને રીફબીર્સમેન્ટનો કોન્ટ્રાકટ મુંબઈની જે કંપનીને આપવામાં આવ્યો છે,તે જ કંપની જેવી ઇ- મેઈલ આઈડી પરથી પેમેન્ટ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.વર્ષ 2021 માં જાપાનની કંપની પાસેથી ડિટોકસ ગ્રુપ દ્વારા નવુ  
વોયેઝ એક્સપ્રેસ શિપ ઈમ્પોર્ટ કરાયું હતું..જે કંપનીને મેન્ટેન્સ સહિતનું પેમેન્ટ ચૂકવવાનું બાકી હતી.અગાઉ કંપની દ્વારા ઇ-મેઈલ મારફતે પેમેન્ટ માટે રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.પરંતુ જે તે સમયે પેમેન્ટ કરાયું નહોતું.જ્યાં બાદમાં ફરી તેજ ઇમેઇલ આઈડી પરથી મેઈલ આવતા પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું.જો કે બાદમાં ખબર પડી હતી કે ,કંપનીને પેમેન્ટ તો થયું જ નથી.જેથી કોઈ ભેજાબાજે કંપનીના હૂબહૂ ફેક ઇમેઇલ આઈડી પરથી પેમેન્ટ રિકવેસ્ટ મોકલી રૂપિયા 67.79 લાખ જેટલી રકમ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા ડિટોકસ કંપનીના સંચાલકોએ સુરત સાયબર શેલમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે દિલ્હી ખાતેથી ભેજાબાજ શુભમ રામસ્વરૂપ રામપ્રસાદ ગૌતમની ધરપકડ કરી છે.

સુરત સાયબર શેલ દ્વારા આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કર્યા બાદ વધુ પુછપરછ હાથ ધરવામાં આવી.જ્યાં આરોપીએ જણાવ્યું કે,જાતે કોચીન શીપયાર્ડ કંપની ના નામ નું ફેક ઇમેઇલ આઈડી તેણે બનાવ્યું હતું..જે ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા,તે ફોર્મેટમાં મેઈલ મોકલ્યો હતો.જે ફેક આઇડી વડે કંપનીના જ ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી હતી.જ્યાં બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

સુરત સાયબર સેલના જણાવ્યા અનુસાર આરોપી ધોરણ 10 સુધી અભ્યાસ કરી ચૂક્યો છે.આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે. જોકે હજીરા ઘોઘા રો-રો ફેરી કંપની જોડે બનેલી છેતરપિંડી કેસમાં અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાની શકયતા રહેલી છે. કંપનીનું email id હેક કરી આ છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે.જ્યારે કંપનીના જ કોઈ જાણભેદુ દ્વારા આરોપીને ટિપ્સ આપી હોઈ શકે છે જે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.હાલ આરોપી પાસેથી લાખોની રકમ રિકવર કરવા અંગે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે..તપાસના અંતે અન્ય લોકોની સંડોવણી સામે આવે તે વાતને નકારી શકાય તેમ નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार