सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત -વલસાડમા લાંબા સમયથી વેરાની ચુકવણી ન કરનાર ત્રણ મિલ્કત ધારકોની મિલ્કતને પાલિકાએ સિલ કરી

વલસાડમા લાંબા સમયથી વેરાની ચુકવણી ન કરનાર ત્રણ મિલ્કત ધારકોની મિલ્કતને પાલિકાએ સિલ કરી. વારંવાર નોટિસ આપવા છતાં મિલ્કત ધારકો વેરો ન ચૂકવતાં પાલિકાએ સિલીંગ ની કાર્યવાહી કરી.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 23 2023 10:23PM
વલસાડ નગરપાલિકા વિસ્તારમાં મિલ્કતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલ્કતધારકોને પાલિકા દ્વારા નોટિસ ફટકારી વેરો ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતા મિલ્કતધારકો તરફથી વેરાની ચૂકવણી ન કરાતા પાલિકાએ સિલિંગની કાર્યવાહી હાથ ધરી છે. આજે પાલિકા દ્વારા શહેરમાં મિલ્કતવેરાના ત્રણ બાકીદારોની મિલ્કતને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. વલસાડ પાલિકા હદ વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને આરોગ્યને લગતી સેવાઓ માટે ભરવાપાત્ર વેરા જમા કરવા 2022માં પાલિકાએ પ્રારભિક માગણા બિલો રવાના કરી દીધાં હતા. બાદમાં રાજ્ય સરકાર અને પાલિકાએ વળતર સ્કીમનો પણ લાભ આપ્યો હતો. પરંતું તેમ છતાં પાછલા વર્ષોની 30%થી વધુ મિલકતધારકોએ વેરાની બાકી રકમ હજી જમા કરાવી નથી. પાલિકા દ્વારા દર વર્ષે મિલકત વેરાઓ જમા કરાવવા માટે રાજ્ય સરકાર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરવા સાથે વેરા વસુલાતની કાર્યવાહી પર ભાર મૂકતાં પાલિકા તંત્રએ બાકીદારોને નોટિસો જારી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના હાઉસ ટેક્સવિભાગે સરકારની ગાઇડલાઇન મુજબ લાગૂ નિયમો આધિન મિલકતદારોને પાછલી બાકી વેરાની રકમ ભરવા માટે વારંવાર સૂચનાઓ આપવા છતાં ઘણા મિલકતધારકોના વેરાની રકમ હજી જમા કરાવામાં આવી નથી. મિલકત ધારકોને પાલિકાના હાઉસ ટેક્સ શાખા દ્વારા 1700થી વધુ નોટિસ જારી કરવામાં આવી છે. હજી બીજા વધુ બાકીદારોને પણ નોટિસો આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.ઘણા વર્ષોથી નગર પાલિકાના મિલ્કતવેરાના બાકીદારોને વારંવાર નોટિસ આપીને વેરો ભરવા જણાવતી હોવા છત્તા ઘણા સમયથી બાકી રહેલા વેરાની વસુલાત કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. વલસાડમાં 3 મિલકતો સિલ કરવાની કામગીરી કરતા વેરો બાકી રાખતા મિલકત ધારકોના નગર પાલિકા કચેરી ખાતે આંટાફેરા વધી ગયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार