सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાલાલા પંથકના દશ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ

મતદાર યાદીની તા.૭ મી જુલાઈ એ આખરી પ્રસિદ્ધી થશે:ગ્રામીણ વિસ્તારમાં રાજકીય ગરમાવો

મહેશ ડોડીયા
  • Jun 28 2022 8:19PM
તાલાલા પંથકના ધાવા ગીર-વાડલા ગીર-રસુલપરા-મોરૂકા ગીર-રામપરા-હડમતીયા ગીર-સુરવા ગીર-ગાભા ગીર-રમળેચી ગીર અને જેપુર ગીર દશ ગામની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઇ છે.

તાલાલા મામલતદાર કચેરીની ચૂંટણી શાખાએ દશ ગામની પંચાયતોની વોર્ડ વાઈઝ ફોટા વાળી મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે,પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી સામે જે કોઈ વાંધા આવશે તેનો નિકાલ કરી તા.૦૭ મી જુલાઈ એ મતદાર યાદી ની ફાઈનલ પ્રસિદ્ધિ થશે,દશ ગામ ઉપરાંત તાલાલા પંથકના સાત ગ્રામ પંચાયતોની ખાલી પડેલ વોર્ડની પેટા ચૂંટણી પણ થનાર છે,આ માટે પણ મામલતદાર કચેરીની ચૂંટણી શાખા દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

તાલાલા પંથકના દશ ગામોમાં પંચાયતની સામાન્ય તથા સાત ગામોમાં વોર્ડની પેટાચૂંટણી આયોજવા માટેની પ્રક્રિયા શરૂ થતાં જ તાલાલા પંથકના ગ્રામીણ વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार