सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અનોખું સંમેલન - વડીલો માટે સોમનાથ ખાતે જીવન સાથી પરિચય સંમેલન યોજાશે

સમગ્ર ભારતભરમાં વડીલો માટેના 67જીવન સાથી સંમેલનની ભવ્ય સફળતા બાદ આગામી પરિચય સંમેલન જગપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમા વડીલો માટે અનોખા જીવન સાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન ઈન્ટરનેશનલ ઈન્ટર નેશનલ એવૉર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાનની સુપ્રસિદ્ધ સિરીયલ સત્યમેવ જયતે દ્વારા સન્માનિત સંસ્થા.

શૈલેષ મેસવાણીયા
  • May 27 2022 11:15AM
સમગ્ર ભારતભરમાં વડીલો માટેના 67જીવન સાથી સંમેલન ની ભવ્ય સફળતા બાદ આગામી પરિચય સંમેલન જગપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા વડીલો માટે અનોખા જીવન સાથી પરિચય સંમેલન નું ભવ્ય આયોજન ઈન્ટરનેશનલ ઈન્ટર નેશનલ એવૉર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાન ની સુપ્રસિદ્ધ સિરીયલ સત્યમેવ જયતે દ્વારા સન્માનિત સંસ્થા.

અનુબંધ ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા આયોજિત જેમા સૌજન્ય-સોમનાથ ટ્રસ્ટ, તથા શ્રી લોહાણા મહાજન-વેરાવળ ના સહયોગથી આગામી તા 29/05/2022ને રવિવાર ના રોજ સવારના 9 કલાકે 'શ્રી રામ મંદિર ઓડીટોરીયમ -સોમનાથ ગીતા મંદિર રોડ, સોમનાથ પ્રભાસ પાટણ (ગીર સોમનાથ) ખાતે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ-જાતિ ના ભેદભાવ વિના તદન નિ:શૂલ્ક આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન ને ભવ્ય સફળતા પ્રાપ્ત થાય રહી છે.

આ પરીચય સંમેલન માં બહેનો માટે જો બહેનો તરફથી અમારી સંસ્થાની પૂર્વ મંજુરી લેવામા આવેલ હશે તો તેઓને ટ્રેન-બસ ભાડાં ખર્ચની રકમ ચૂકવવામાં આવશે તેમજ રાત્રી રોકાણ A/C રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

બહારગામથી અને અન્ય રાજ્યોમાં થી દૂર થી આવનાર 150 વડીલો સ્ત્રી-પુરૂષ ઉમેદવારો માટે તા: 28/05/2022 શનિવાર અને તા:29/05/2022 રવિવાર એમ બે રાત્રી રોકાણ ની પણ વ્યવસ્થા A/C રૂમમાં કરવામાં આવેલ છે

મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ નું આયોજન હોવાથી વ્હેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટે નામ નોંધાય ગયેલા હોય અને હાલ જુજ બહેનો ના નામ લખવામાં આવશે.
   
આ સંમેલન મા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો ના ઉમેદવારો પુરષો ઉમર 51 થી 80 અને સ્ત્રીઓ ઉમર  45 થી 75 વર્ષ ના કુંવારા, છૂટાછેડા, વિધવા-વિધુર સ્ત્રી- પુરુષો સંમેલન નિ સરૂઆત સંસ્થા ના પરીચયથી આમંત્રિત મહનોભવો નિ વિશેષ ઉપસ્થિતિ માં જીલ્લા કલેકટર સાહેબ, ડી.ડી.ઓ સાહેબ, એસ.પી સાહેબ, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, રાજેશભાઈ ચુડાસમા, વિમલભાઈ ચુડાસમા, પિયુષભાઈ ફોફંડી, ડો. આર જી તન્ના સાહેબ, સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રેસ, મિડીયા, પ્રતિનિધિઓ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સેક્રેટરી દેસાઇ સાહેબ ના વરદહસ્તે ઉદ્ધાટન બાદ ઉમેદવારો પોતાનો પરીચય આપનાર હોય તો દરેક ઉમેદવારેએ રજીસ્ટ્રેશન સમયે પાસપોર્ટ ફોટો તથા આધાર કાર્ડ સાથે રાખી ને પરીચય સંમેલન ના આયોજન ને સફળ બનાવવા સંસ્થા ના પ્રોટોકોલ (નિયમો) મુજબ સહકાર આપવા અનુરોધ કરાયો છે.

આપના સ્નેહીજનો મિત્રો કે કુટુંબીજનો મા કોઈ એકલવાયું જીવન જીવતા બહેનો કે જેવો આ નિઃશુલ્ક પરીચય સંમેલન માં ભાગ લેવા ઈચ્છુક હોય તેવા ફક્ત બહેનો ના જુજ નામ લખવાના બાકી હોય તો સંસ્થા ના આયોજકોનો તુરંત સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે..

સંપર્ક  :-
*******
1. નવિનભાઈ પટેલિયા  રઘુવંશી.
કો ઓર્ડીનેટર અનુબંધ ફાઉન્ડેશન-રાજકોટ.-પૂના.
મો.9924230003.

2.અનિષ એન. રાચ્છ.
કો ઓર્ડીનેટર.- વેરાવળ.
મો.9898042042.

3.ભારતીબેન રાવલ.
   .અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ.
મો.9099124512.

4.નટુભાઈ પટેલ.
 અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ.
મો.9825185876.
ઉપરોકત મોબાઈલ નંબર ઉપર ફક્ત બહેનો માટે નામ નોંધાવવા વિનંતી છે.
નોંધ:-
*******
કુલ સંમેલન  -  67.
કુલ બાયોડેટા  -  14950.
કુલ લગ્ન સફળતા  - 182.
*******

કાર્ય ક્રમ ની રૂપરેખા:-
-----------------
સવારે 9 થી 11 રજીસ્ટ્રેશન.
       11 થી 12 ઉદ્ઘાટન.
       12 થી 14 પાત્ર પરિચય.
       14 થી 15 ભોજન.
       15 થી 16 પર્સનલ મીટીંગ.
*******

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार