सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગરબાડા માં વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO દ્વારા ઘોષિત ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ગરબાડા આદિવાસી સમાજ ના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

વનરાજ ભુરીયા
  • Aug 10 2022 11:20AM
આદિવાસી સમાજ ના લોકો દ્વારા  તરેક તહેવારોની ઉજવણી પોતાની વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ઉજવે છે. પહેરવેશ પણ એજ ધારણ કરે છે. મહેનત કરવી એ એમનો જીવન મંત્ર છે. ગરબાડા નગરમાં  દસ વાગે લોકો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા.ત્યાંથી ઢોલ , માંદળ  હથિયારો તીર કામઠા ,પાળિયા સાથે અસલ આદિવાસી વેશ માં ધોતી ,આદિવાસી કોઠી અને સફેદ સાફો બાંધી સાંસ્કૃતિક રેલીમાં ડીજે પર આદિવાસી ગીતો પર નૃત્ય કરી વિશાળ જનમેદની સાથે ગરબાડા નગરમાં રેલી કાઢી હતી. આ સાંસ્કૃતિક રેલીમાં ગરબાડા ૧૩૩ વિધાન સભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ આદિવાસી પોશાક અને ઘરેણાં પહેરી લોકો સાથે સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી ગીતો પર ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

ગરબાડા માં બીજો કાર્યક્રમ ભીલ સમાજ પંચ દ્વારા પાટા ડુંગરી ખાતે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ભીલ સમાજ પંચ દ્વારા જેઓ ઉચ્ચ હોદ્દો ધરાવે છે, અન્ય ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે તેઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગરબાડા તાલુકા માં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ત્રણ કાર્યક્રમ થયા જેમાં ગરબાડા માધ્યમિક શાળા  મુકામે સરકાર દ્વારા કાર્યક્રમ થયો હતો અને પાટાડુંગરી મુકામે આદિવાસી ભીલ સમાજ પંચ દ્વારા કાર્યક્રમ યોજાયો હતા. માધ્યમિક શાળા ખાતે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનો જોવા મળ્યા હતા બંને પક્ષમાં મેદની અમારી છે તેવા દાવા થતા હતા ઘણા એવી ટીકા કરતા હતા કે રાજકારણીઓ દ્વારા સમાજની અંદર પણ ભાગલા પાડવા માંગે છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार