सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિકલાંગ કુંવારી મા બનતાં પરિવારના સભ્ય બાળકી ત્યજી હોવાનો ઘટસ્ફોટ

પ્રેમી સાથે નિકાલ થઇ ગયો હતો પરંતુ ગર્ભવતી હોવાનું પાછળથી ખબર પડી

વનરાજ ભુરીયા
  • Aug 6 2022 2:17PM

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક ગામમાં 40 ફુટ ઉંડા પાણી વગરના કૂવામાંથી મળેલી બે દિવસની વય ધરાવતી ઝાયડસ બાળકીનું શુક્રવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું . ગુરુવારે જ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તલસ્પર્શી તપાસ કરતાં કુંવારી માતા વાળો જ મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. બાળકીને જન્મ આપનાર માતા પગે વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.

ગરબાડા તાલુકાના એક ગામમાં ગુરુવારના રોજ 40 ફુટ ઉંડા કૂવામાંથી બે દિવસની વય ધરાવતી બાળકી જીવીત મળી હતી. આ બાળકીને કૂવામાંથી બહાર કાઢીને તાત્કાલિક ઝાયડસ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. બાળકી કૂવામાં પડી રહી હોવાથી તેના પગે અને શરીરે લાલ કીડીઓએ સંખ્યાબંધ ચટકા ભરેલા હતાં. આ અંગે ગરબાડા પોલીસે અજાણી મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. શુક્રવારના રોજ આ હતભાગી જોકે ,બાળકીનું સારવારમાં નિધન થયું હતું .

બીજી તરફ તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ બાળકીને જન્મ આપનાર યુવતિ કુંવારી હતી. પગે વિકલાંગ યુવતિની કોઇ યુવક સાથે આંખ મળી ગઇ હતી. આ બાબતની જાણ થતાં છોકરા - છોકરીના પરિવાર વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું . જોકે, યુવક અને યુવતિ મર્યાદા વટાવી ગયા હોવાથી તે ગર્ભવતી હોવાની વાત પાછળથી ખબર પડી હતી.

આ વાતને છુપાવી રાખીને યુવતિની પ્રસુતિ ઘરે જ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ ઇજ્જતના ભયથી બે દિવસની આ બાળકીને કૂવામાં ત્યજી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં ગરબાડા પોલીસે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार