सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતમાં ભાજપની રેકોર્ડતોડ જીતના શિલ્પી - સી આર પાટિલ

અશક્ય ને શક્ય સીઆર પાટિલે કરી બતાવ્યુ - મોદી, શાહ બાદ દેશને મળ્યા નવા કુશળ ચૂંટણી રણનીતિકાર ચંદ્રકાંત રઘુનાથ પાટીલ

ઉત્કલ ઠાકોર
  • Dec 8 2022 6:06PM

ચંદ્રકાંત રઘુનાથ પાટીલ એટલે કે સી આર પાટિલે પોતાના ગુજરાત અધ્યક્ષના કાર્યકાળમાં  "ન ભૂતો ન ભવિષ્યતિ" એવી રેકોર્ડબ્રેક જીત ભાજપને ગુજરાતમાં અપાવી છે. મતગણતરીની શરૂઆતથી જ ટ્રેન્ડ ભાજપ તરફેણમાં જોવા મળ્યો હતો. જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઈ, ઈવીએમ ખૂલતાં ગયાં એમ એમ ગુજરાતમાં ભાજપ ઈતિહાસ રચવાને આરે પહોંચવા લાગ્યો અને લગભગ 10.30 વાગ્યા સુધીમાં તો ભાજપે ઇતિહાસ રચી દીધો હતો.

અગાઉ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન અને આ કહેવતને ભાજપે યથાર્થ સાબિત કરી છે. ભાજપે બહુ પહેલેથી જ 151 સીટ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને એ આધારે જ ભાજપે મહેનત કરવા પણ પ્રયાસ કર્યો હતો. આમ, નિશ્ચિત લક્ષ્યાંક આખરે ભાજપે પાર પાડ્યો છે.

પેજ સમિતિના રત્નાકર નેતા અને બૂથ લેવલના અસરકારક મેનેજમેન્ટને લીધે ભાજપની આ જીતના અસલી હકદાર પણ સી.આર.પાટીલ જ છે. ગુજરાત ભાજપ સંગઠનમાં પેજ સમિતિને જો મજબૂત કરવામાં આવે તો એનો સીધો ફાયદો પાર્ટીને થશે, આવાં નિવેદન અનેકવાર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અનેક જિલ્લા સંગઠનની મુલાકાત અને બેઠક દરમિયાન કર્યા હતા. અંતે, જ્યારે હવે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે ત્યારે પેજ સમિતિની મજબૂતી જ ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકી હોય એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

પેજ સમિતિનો પહેલો ઉપયોગ સુરત મનપા ચૂંટણી દરમિયાન કરાયો હતો. સુરત મનપાની અગાઉ યોજાયેલી ચૂંટણી દરમિયાન પેજ સમિતિને મજબૂત કરીને એના મારફત જીત હાંસલ કરવાનો રેકોર્ડ પણ સીઆર પાટીલના નામે નોંધાયો છે ત્યારે આ સફળ પ્રયાસ બાદ પેજ સમિતિને સમગ્ર ગુજરાતમાં મજબૂત કરવાનું બીડું ઝડપીને એ અંતર્ગત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પાટીલના નામે સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ પણ છે.
20 જુલાઈ 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની નિમણુંક કરી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પાર્ટીને વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે મોટા હોદ્દા પર બેસાડી શકે છે. વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સીઆર પાટીલને પાર્ટી વર્ષ 1995થી 1997 અને વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં તેઓ નવસારી લોકસભાના સાંસદ બન્યા. વર્ષ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા. વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

20 જુલાઈ 2020થી સીઆર પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષના સમયમાં કર્યું છે. તેમનાં બે વર્ષના સમયગાળાના મહત્ત્વના નિર્ણયો અને ચૂંટણીની વાત કરવામાં આવે તો, 21 જુલાઈ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સીઆર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી. 28 જુલાઈ 2020ના રોજ દેશના વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ તેમણે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સાથે જ સી.આર. પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગસ્ટના રોજ કર્યો, જે અંતર્ગત 25 ઓગસ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો.

19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2020ના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સી.આર. પાટીલે સોમનાથ મંદિરનાં દર્શન સાથે કરી હતી. આ જ પ્રવાસમાં પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ ખાતે તેમની રજત તુલા કરવામાં આવી હતી. જ્યારે તેમણે 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસનનો પ્રારંભ અંબાજી ખાતે દર્શન કરી કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ઊંઝા ઉમિયાધામ અને વાળીનાથ ખાતે સીઆર પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન જ તેમણે કોરોનાગ્રસ્ત થયા અને 9 સપ્ટેમ્બરના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ થયા. સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ તેમણે ભાજપના કાર્યકરોમાં જોશ પૂરવાનું કામ કર્યું.

દક્ષિણ ગુજરાતમાં કાર્યકરો તો સીઆર પાટીલની વર્કિંગસ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટાચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહી. પહેલી વખત ડાંગ જેવી વિધાનસભા પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટાચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020ના રોજ સીઆર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. તો 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકની ચૂંટણી પણ બિનહરીફ રીતે જીત મેળવી હતી.

આ સાથે જ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીનો પ્રારંભ કર્યો. એ અંતર્ગત પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટેના નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહિ, પરિવારના સભ્યોને ટિકિટ નહિ અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદારને ટિકિટ નહિ આપવાનો નિર્ણય કર્યો. આ સાથે જ 23 ફેબ્રુઆરી, 2021 ના રોજ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 6 માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. તો 2 માર્ચેના રોજ આવેલાં પરિણામમાં ભાજપે 31 જિલ્લા પંચાયત, 205 તાલુકા પંચાયત, અને 75 નગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યાર બાદ થયેલી મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી. બે વર્ષના સમયગાળામાં સહકારી સંસ્થાઓમાં પણ ભાજપનો ડંકો વગાડ્યો છે.

કોરોનાની બીજી લહેરનો પ્રારંભ થતાંની સાથે જ સીઆર પાટીલે 'સેવા હી સંગઠન'ના માધ્યમથી કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ ખોલવાનું આહવાન એ કાર્યકરોને કર્યું હતું, જેના પરિણામે કોરોનાની બીજી લહેરમાં ભાજપ સંગઠન લોકોની મદદ કરવા તેમની સાથે આવ્યું. ભાજપની રાષ્ટ્રીય રાજનીતિની પ્રયોગશાળા ગુજરાત છે. એટલા માટે જ ભાજપ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રીથી લઈ સમગ્ર મંત્રીમંડળને બદલવાનો પ્રયોગ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને તેના મંત્રીમંડળે 11 સપ્ટેમ્બર 2021ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું અને 13 સપ્ટેમ્બર 2021ના રોજ રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે પદભાર સાંભળ્યો અને પોતાના મંત્રીમંડળમાં તમામ નવા નેતાઓને સ્થાન આપ્યું. આટલા મોટા નિર્ણયને સફળ રીતે એક્ઝિક્યુટ કરવાનું શ્રેય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને જાય છે.

કોરોનાકાળમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની વરણી કર્યા બાદ આજ દિવસ સુધી, એટલે કે સતત 52 મહિના સુધી સીઆર પાટીલે રાજ્યમાં સંગઠન સ્તરે પાયા સુધી મહેનત કરી અને એને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરી. આમ, સતત 52 મહિનાની મહેનતને અંતે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે.

નવી સરકાર આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે સૌથી મોટો પડકાર એ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો હતો. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના પેજ પ્રમુખના રામબાણ નુસખાએ મહાનગરપાલિકાની 44માંથી 41 બેઠક પર ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો.

સીઆર પાટીલનો આગ્રહ રહ્યો છે કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે જ તેમની અધ્યક્ષતામાં કેવડિયા ખાતે મળેલી ભાજપની પ્રથમ કારોબારીમાં તમામ સભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યાં હતાં, તો સુરત ખાતે મળેલી બીજી કારોબારીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમના "વન ડે વન ડિસ્ટ્રિક્ટ", "પેજ સમિતિ", "સહકારમાં પાર્ટી મેન્ડેટ" કે પછી ભાજપના તમામ કાર્યકરો દ્વારા પહેરવામાં આવનારી કેસરી ટોપી સહિતના નિર્ણયોની ચર્ચા ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કરવામાં આવી હતી. ભાજપ આગામી દિવસોમાં આ તમામ કાર્યક્રમો રાષ્ટ્રીય કક્ષાએ ચાલુ કરવાની તૈયારી કરી રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો એક લક્ષ્યાંક છે કે ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઇતિહાસમાં નવો ઇતિહાસ કેવી રીતે રચવો.

સી આર પાટીલની રાજનૈતિક સફર

નવસારીના સાંસદ સી.આર. પાટીલ 2020માં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી સતત ચર્ચામાં રહે છે. તેમનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથ પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી- અકા રાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતનાં વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે, સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

1984માં નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા

સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે તેમને અનેક સંઘર્ષો અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતા નહોતા. આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસકર્મચારીનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિંઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતાં સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

અનેક યોજનાઓ આગળ ધપાવવામાં સિંહફાળો

1989માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યને પગલે સરળતાથી લોકચાહના મેળવવા લાગ્યા હતા. અનેક સંસ્થાઓમાં વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. સુરત હોય કે નવસારીનો વિસ્તાર, કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓ આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહ ફાળો આપે છે.

ઓફિસમાં ISO લેનારા સમગ્ર દેશના પ્રથમ સાંસદ

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યાર બાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યાર બાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવવામાં પણ તેમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનારા એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

લોકસભા ચૂંટણીમાં શાહના સાથીદાર રહ્યા

2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે અમિત શાહના સાથીદાર બનીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી સંગઠનથી માંડીને વ્યૂહરચના કરવામાં અગ્રેસર રહેલા એવા સી. આર. પાટીલને ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપના પ્રમુખની એક નવી જવાબદારી સોંપીને તેઓ મોદી-શાહના નજીક હોવાનું પુરવાર કર્યું છે.

મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ સુધી લોકસભા ચૂંટણીમાં મહેનત

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રથી માંડીને ઉત્તરપ્રદેશ સુધી ભાજપને જિતાડવા માટે સી. આર. પાટીલે ખૂબ મોટી, પરંતુ પડદા પાછળની જવાબદારી સોંપવામાં આવી હતી. એમાં સીઆર પાટીલે સફળતા મેળવ્યા બાદ તેમણે કેન્દ્રીય મંત્રી બનાવવા માટેની પણ ચર્ચા ચાલી હતી, તેમને કેન્દ્રીય મંત્રીને બદલે ગુજરાત ભાજપની સત્તા એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.

સી.આર. પાટીલનો પરિવાર

સી.આર પાટીલ સાંસદ તરીકે તો એક જવાબદારી નિભાવે જ છે. જોકે 3 દીકરી અને 1 દીકરા-પુત્રવધૂના પિતા અને ગંગાબેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે તેઓ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार