सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨૦૦થી વધુ બાળકોએ મેળવ્યો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ

સરકારી કર્મચારીઓ તથા સરકારી શિક્ષકના ૫૦૦થી વધારે બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે

જયદિપ લાખાણી
  • Aug 10 2022 10:02AM
આજના આધુનિક યુગમાં શિક્ષણ પાયાની જરૂરિયાત છે. બાળક, યુવાન કે વૃદ્ધ કોઈપણ હોય શિક્ષણ વગર એકદમ શૂન્ય છે. હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવતા ખચકાટ અનુભવતા નથી તેવો દાખલો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યો છે.

ખાનગી શાળામાં મોંઘા શિક્ષણના લીધે ઘણા ખરા બાળકોનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું સપનું અધૂરું રહી જાય છે.ત્યારે હાલમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ શિક્ષણ માટે યોજના થકી બાળકોને પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકો પ્રવેશ કરી ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૦૦થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં જામકલ્યાણપુર તાલુકામાં ૩૩૩, દ્વારકા તાલુકામાં ૧૮૨, ખંભાળિયા તાલુકામાં ૪૮૩ તથા ભાણવડ તાલુકામાં ૨૨૩ સમાવેશ થઈ છે. જેમાં ધો.૧ માં ૧૫, ધો.૨ માં ૧૨૫, ધો.૩ માં ૧૫૮, ધો.૪માં ૨૨૩, ધો.૫ માં ૨૦૬, ધો.૬માં ૨૩૦, ધો.૭માં ૧૪૯ તથા ધો.૮ માં ૧૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી કર્મચારીઓ તથા સરકારી શિક્ષકના ૫૦૦થી વધારે બાળકો પણ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જામકલ્યાણપુર તાલુકામાં ૨૧૦, દ્વારકામાં ૨૮, ખંભાળિયામાં ૧૩૬ તથા ભાણવડ તાલુકામાં ૧૪૮ બાળકોનો સમાવેશ થાય છે.

જ્યારે સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૧-૨૨ ની સાપેક્ષે ૨૦૨૨-૨૩ માં વધારે બાળકો પ્રવેશ મેળવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૬૭૯૨ થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેમાં ૩૫૦૩ કુમાર અને ૩૨૮૯ કન્યા તથા ૨૦૨૨-૨૩ કુલ ૮૬૬૦ વિધાર્થીઓ જેમાં ૪૨૩૫ કુમાર તથા ૪૪૨૫ કન્યા સમાવેશ થાય છે.

સરકારની વિવિધ યોજનાઓ લીધે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે. આજે શાળાઓના સ્માર્ટ બોર્ડ દ્વારા ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ બાળકોનો શારીરિક કે માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार