सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બુચરવાડા ગ્રામ પંચાયતમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સહયોગથી VLCPCની તાલીમ યોજાય

દીવનાં કલેકટર ફવર્મન બ્રહ્મા અને દીવનાં મામલતદાર ડી.આર.દમણીયાનાં માર્ગદર્શન હેઠળ બુચરવાડા પંચાયતમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સહયોગથી VLCPC ની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું

ભાવના શાહ
  • Nov 18 2022 12:35PM

જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા ગ્રામ્ય સ્તર પર વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટી (VLCPC) ની રચના કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં આજ બુચરવાડા ગ્રામ પંચાયતમાં VLCPC કમિટીના સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું.

આ તાલીમમાં બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દિપક દેવજી, ઉપ સરપંચ નરેન્દ્રકુમાર રાણા, પ્રતિક બારીયા (પંચાયત મંત્રી) તેમજ, વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીનાં સભ્યો અને જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના કાઉન્સેલર રફીક બ્લોસ, અને સામાજિક કાર્યકર્તા જગદીશ એસ. બાંભણીયાએ આ તાલીમમાં હાજરી આપેલ હતી.

જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સામાજિક કાર્યકર્તા  જગદીશ એસ. બાંભણીયાએ જણાવેલ બાળ અધિકાર, બાળ સરક્ષણ, અને વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીના સભ્યોના કાર્યો અને પોતાની જવાબદારી વિશે વિસ્તૃત જાણકારી આપેલ. તેમજ કાઉન્સેલર રફીક બ્લોચે જણાવેલ ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી.

બાળમજૂરી અને બાળયૌન શોષણ, જેવા સામાજીક દૂષણને દૂર કરવા સરકાર દ્વારા બનાવામાં આવેલ કાયદા કાનુન વિશે વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટી (VLCPC) ને માહિતગાર કરવાનો પ્રયત્ન કરેલ હતો તેમજ, જીલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે.

જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. વધુમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવમાં ચાલી રહેલ યોજનાઓ વિષે પણ માહિતી આપવામાં આવેલ હતી. આ વિલેજ લેવલ ચાઈલ્ડ પ્રોટેકશન કમીટીને પોક્સો અધિનિયમ–૨૦૧૯ હેઠળ Safe and Unsafe Touch ની જાણકારી આવી હતી. આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार