सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દિવ જિલ્લા કલેક્ટર શ્રી ફોરમન બ્રહ્મા દ્વારા દિવની પ્રજાને ખાસ અપીલ

ભારતના ભાગલાની દુર્ઘટના અને વેદનાને યાદ કરવા અને અસંખ્ય લોકોના મૃત્યુના શોકને યાદ કરવા Partition Horrors Remembrance Day નિમિત્તે આયોજિત

ભાવના શાહ
  • Aug 14 2022 11:11AM
ભારતના ભાગલાની દુર્ઘટના અને વેદનાને યાદ કરવા અને અસંખ્ય લોકોના મૃત્યુના શોકને યાદ કરવા Partition Horrors Remembrance Day નિમિત્તે આયોજિત આઈ. એન.એસ. ખુકરી યુદ્ધ જહાજ ખાતેથી આઈ.એન.એસ. ખુકરી મેમોરિયલ સુધી યોજાનાર મૌન રેલીમાં આપ સૌને સહભાગી થવા દિવ પ્રશાસન વતી અનુરોધ સાથે વિનંતી કરવામાં આવે છે કે, આ રેલી માં જોડાનાર તમામ નાગરિકો સફેદ કપડા પહેરે. દિવ પ્રશાસનના આમંત્રણને સ્વીકાર કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું યોગદાન પુરુ પાડશો.

વધુમાં આ સંદર્ભે INS ખુકરી સહિત દિવ કોલેજ, પોલીટેકનિક, બેન્કો, પોસ્ટ ઓફિસ વગેરે સ્થળો પર ખાસ પ્રદર્શીની પણ લગાવવામાં આવશે.

રેલીની તારીખ, સમય, સ્થળ અને  રૂટ નીચે મુજબ છે.
તારીખ:- ૧૪/૦૮/૨૦૨૨
સમય:- સાંજના ૦૫:૦૦ કલાકથી
રેલીનું સ્થળ:- આઈ.એન.એસ. ખુકરી યુદ્ધ જહાજ ખાતેથી આઈ.એન.એસ. ખુકરી મેમોરિયલ સુધી.

આ મૌન રેલી માં તમામ નાગરિકો શક્ય એટલા સફેદ અથવા આછા રંગના કપડા પહેરી સહભાગી થવા વિનંતી કરવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार