દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્ચતર પ્રાથમિક માધ્યમિક શાળા નાગવા ખાતે ભ્રષ્ટાચાર મુક્ત ભારત થીમ પર સ્પર્ધાનુ આયોજન
એરપોર્ટ વિભાગ દીવ દ્વારા તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર માધ્યમિક શાળામાં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ની થીમ દ્વારા નિબંધ સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ ૮ /૧૧/૨૨ ના રોજ એરપોર્ટ વિભાગ દિવ દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ના ભાગરૂપે નાગવા સરકારી અપર માધ્યમિક શાળામાં ભ્રષ્ટાચાર સામેની લડાઈની થીમ દ્વારા નિબંધ સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૦ના ૩૨ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દિવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને દરેક સ્પર્ધામાં ૧ થી ૫ નંબર મેળવનાર બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ દીવ શિક્ષણ અધિકારી આર.ક. સિંઘ,દીવ એરપોર્ટ ડાયરેક્ટર નરેશકુમાર, સિવિલ દિનેશકુમારજી,સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડોગોજી માનસિંગભાઈ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્ટાફનું સ્વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प