सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દીવ કોસ્ટલના પીઆઈ પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરતા ડીઆઈજી

23 વર્ષથી બોગસ ડીગ્રી અને જન્મ તારીખના દાખલાના આધારે પોલીસમાં ફરજ બજાવતા પીઆઈનું કૌભાંડ બહાર આવતાં

દિપકભાઈ સિંધવડ
  • May 18 2022 4:09PM
બોગસ ડિગ્રી સર્ટિફિકેટના આધારે પીએસઆઈમાં ભરતી થઈ સરકારી નોકરી મેળવી પોલીસ કિટ જમા કરવા આદેશ.

દીવ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પંકેશ કલ્યાણ ટંડેલ 23 વર્ષ પહેલા ડુપ્લીકેટ ડીગ્રી સર્ટીફીકેટ અને જન્મના ખોટા દાખલાના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું ધ્યાન પર આવતાં દીવ-દમણના ડીઆઈજીએ તેઓને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે અને પોલીસ કીટ હેડ કવાર્ટરમાં જમા કરાવવાનો અને મંજૂરી વગર દીવ નહીં છોડવાનો પણ આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગેની મળતી માહિતી મુજબ, દીવ કોસ્ટલ પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં પંકેશ કલ્યાણ ટંડેલે 23 વર્ષ પહેલા ડુપ્લીકેટ ડીગ્રી અને જન્મ તારીખના ખોટા દસ્તાવેજના આધારે પીએસઆઈમાં ભરતી થઈ સરકારી નોકરી મેળવી હતી અને ત્યારબાદ પીઆઈનું પ્રમોશન પણ મેળવી લીધું હતું. દીવ કોસ્ટલ પીઆઈએ બોગસ ડીગ્રી સર્ટીફીકેટ અને જન્મ તારીખના દાખલાના આધારે નોકરી મેળવી હોવાનું ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવતાં પ્રાથમિક તપાસના અંતે દીવ-દમણના ડીઆઈજી વિક્રમજિતસિંહે પીઆઈ પંકજ ટંડેલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. જ્યારે પીઆઈ પંકેશ ટંડેલને પોલીસ કીટ દીવ એસડીપીઓ સમક્ષ જમા કરી દેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને મંજૂરી વગર દીવ પોલીસ હેડ કવાર્ટર નહીં છોડવા હુકમ કરવામાં આવ્યો છે. 23 વર્ષથી બોગસ ડીગ્રી અને જન્મ તારીખના દાખલાના આધારે પોલીસમાં ફરજ બજાવતા પીઆઈનું કૌભાંડ બહાર આવતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार