सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે આજે હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા દર્શનાર્થે

ધ્રાંગધ્રા સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું મંદિર

મૌલેશ પંચોલી
  • Aug 19 2022 7:20PM

પોતાના બાળકોનું  લાબું આયુષ્ય અને નિરોગી રહે તે માટે મોટી સંખ્યામાં દર્શનાથી આવે છે દર્શને  

વહેલી સવારથી મોડી રાત સુધી લોકો આવે છે દર્શને

આજના દિવસે લોકો ઠંડુ ખાય છે

શ્રાવણ વદ-૭ (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી.શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે  અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા આવું, દંડવત કરતું આવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે.આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.  આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार