सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધ્રાંગધ્રામાં ભાજપના વિજેતા ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું

વિજેતા ઉમેદવારને વધાવવા માનવ મહેરામણ ઉમટી પડ્યું

મૌલેશ પંચોલી
  • Dec 9 2022 3:07PM

ગુજરાત વિધાનસભાનાં પરિણામો જાહેર થઇ ચુક્યા છે. અને સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક વિજય સાથે ભવ્ય રીતે ભાજપનો ભગવો લહેરાયો છે એવા જ ઐતિહાસિક વિજય સાથે ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરા 32,973ની જંગી બહુમતી સાથે જીત્યા છે.

સુરેન્દ્રનગર ખાતે મતગણતરી પત્યા પછી જીત બાદ ધ્રાંગધ્રા ખાતે પહોંચતા વિજેતા ઉમેદવારનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.અને શહેર ભરમાં ઠેર..ઠેર...વિવિધ સંગઠનો, સમાજ અને આગેવાનો સહિત પ્રજા દ્વારા ઉત્સાહ પૂર્વક અભિવાદન,સ્વાગત અને પુષ્પ વર્ષાથી સન્માન કરાયું હતું.

ધ્રાંગધ્રા ખાતે  વિજય સરઘસ શહેરની મુખ્ય બજારોમાં ફર્યું હતું જ્યાં વેપારીઓ અને જાહેર જનતા દ્વારા પણ અભિનંદનવરસાવવાના આવ્યા હતા ધ્રાંગધ્રા ગ્રીનચોક સુધી મોટી સંખ્યામાં નગરજનોએ પ્રકાશભાઈને ધામધૂમથી આવકાર્યા હતા.

ગ્રીનચોક ખાતે સભા સંબોધનમાં પ્રકાશભાઈએ આ જીત બદલ આભાર વ્યક્ત કરી પોતે આ વિસ્તારની ઉન્નતિ માટે સખત પરિશ્રમ કરી જીતનું ઋણ ચૂકવવા કાર્ય કરશે એમ જણાવી સ્વચ્છ, સમૃદ્ધ ધ્રાંગધ્રા બનાવવા કમર કસીને ઇઅઝ ઓફ લિવિંગ સરળ બનાવી માથાદીઠ આવક પણ વધારવા રાતદિવસ એક કરીશ એવો સંકલ્પ લીધો હતોઆ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય એ આ જીત માં ખૂબ જ મહત્વનો ફાળો આપી ઐતિહાસિક જંગી મતો ની ઉપયોગી લીડનું યોગદાન આપ્યું એ બદલ સૌ મતદાતાઓનો આભાર માન્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार