सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાંગમાં પોલીસ દ્વારા સામાજિક જાગૃતિ જગાવવા સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું

સાયબર ફ્રોડનો લોકો, ભોગ ના બને તે અંગેની જાગૃતિ પણ કેળવાશે

ઉત્કલ ઠાકોર
  • Sep 25 2022 6:58PM
તારીખ 26/09/2022થી તા. 4/10/2022 સુધી આહવાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન એક તરફ માતાજીની ભક્તિ, આરાધના સાથે ગરબાની રમઝટ જામશે. તો બીજી તરફ સામાન્ય પ્રજાજનોમાં કાયદા અંગેની સમજના અભાવે બનતા ગુનાઓને રોકવા માટે માર્ગદર્શન પણ પૂરુ પડાશે. ઉપરાંત ટ્રાફિક અંગેની વ્યાપક જન જાગૃતિ કેળવવા, તેમજ સાંપ્રત સમયમાં વધતા સાયબર ફ્રોડનો લોકો, ભોગ ના બને તે અંગેની જાગૃતિ પણ કેળવાશે.

પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વિભાગીય પોલીસ અધિકારી એસ.જી.પાટીલ, તથા નાયબ પોલીસ અધિકારી પી.જી.પટેલની આગેવાની હેઠળ આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં મહિલાઓના રક્ષણ કાજે બનાવવામાં આવેલા કાયદાઓ અને ઘરેલુ હિસ્સા પ્રત્યે કાયદાકીય જાગ્રુતિ, બાળ મજુરી અને બાળ શોષણ વિરુધ્ધ જાણકારી, સીનીયર સીટીઝનોની સલામતી, સરકાર દ્વારા પ્રજાજનોને મદદરુપ એવા e-FIR અંગેની જાણકારી, સાથે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી દરમિયાન દરેક મતદારો, મત આપવાના પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરે તે માટે પણ ઘનિષ્ઠ લોકજાગૃતિ કેળવાશે.

નવરાત્રિ મહોત્સવમાં સૌ ગ્રામજનો, વડીલો, વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારી, પદાધિકારીઓ, પ્રીંટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ભાગ લેવા, પોલીસ પરીવારે અનુરોધ કર્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार