सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

છોટાઉદેપુરમાં 4 કરોડના ખર્ચે બનેલો ઓરસન નદીનો ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન

છોટાઉદેપુર જિલ્લાનું વડું મથકમાંથી પ્રસાર થતી ઓરસંગ નદી પર બનેલા ચેકડેમની હાવ તકલાદી કામગીરી જિલ્લા મથક પર આવી તકલાદી કામગીરી જોવાં મળતી હોઈ ત્યારે અંતરિયાળ ગ્રામ વિસ્તારની હાલત કેટલી ગંભીર હશે સરકારે જિલ્લા ના વહીવટી તંત્ર પર વિચાર કરવો જોઈએ

વિજય રાઠવા
  • May 21 2022 6:37PM

છોટાઉદેપુર ના નગરની અંદાજિત 35 હજારની વસ્તીને ઉનાળામાં પૂરતું પાણી મળી રહે તે અર્થે તંત્રએ આશરે 4 કરોડના ખર્ચે ચેકડેમ બનાવવાનું આયોજન કર્યું હતું જે કામ કોન્ટ્રાક્ટરે લગભગ 45 ટકા ડાઉન માં રાખી પાલિકા અને પાણી પુરવઠા ની આંખમાં ધૂળ નાખી વેઠ  ઉતાર કામગીરી કરી હોય તેમ લાગી રહ્યું છે. ડેમના દરવાજા રૂપે ઉપર બેસાડેલી ફાઈબરની પ્લેટ ફુલવા લાગી છે. તથા સાઈડો ઉપરની પ્લેટ ઉખડી ગઈ છે.  આટલી માતબર કિંમતનો ખર્ચ કર્યા બાદ  આજે પણ આ ડેમમાંથી પાણી મેળવવા નગરની પ્રજા તરસી રહી છે. અને રોષ ઠાલવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ઓરસંગનદીમાં ગેરકાયદેસર રેતીખનન શરૂ થયા બાદ વોટરવવર્કસ ના લેવલ ઘટતા ગયા છે. જેને કારણે દર ઉનાળામાં  પાણીનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.  જે સમસ્યાના સમાધાન અર્થે તંત્ર દ્વારા ચેકડેમ બનાવ્યો છે. પરંતુ ડેમમાં પાણી નો સંગ્રહ કરવા માટે જ્યારે નદીમાં પાણી ઓછું થવા લાગે એટલે કે ડિસેમ્બર મહિના બાદ ડેમ ના દરવાજા બંધ કરવાના હોય છે જેથી ધીમે ધીમે આવતા પાણી થી ડેમ છલોછલ ભરાઈ જાય અને વધારાનું પાણી ઉપરથી વહી જાય. હવે આ ડેમ નું કામ ગત વર્ષે જ પુરુ થઈ ગયું હતું પરંતુ સમયસર ડેમના દરવાજા બંધ કરવાના બદલે જ્યારે નદીના પાણી ની આવક બંધ થતાં પાણી ના સ્તર નીચે ઉતર્યા બાદ ડેમ ના દરવાજામાં ફાઈબરની તકલાદી પ્લેટો મૂકી તેમાં માટી પુરણ કરી દીધુ .હવે આવી નબળી કામગીરી ના કારણે પ્લેટો દરવાજા માં થી કુલી ગઈ છે જો કદાચ પાણી ભરાય ત્યારે શું  આ પ્લેટો ટકી રહે ખરી...? આ એક યક્ષ પ્રશ્ર્ન છે.

 આમ તંત્રના બિન જવાબદારી ભર્યા વહીવટના કારણે કરોડો ના ખર્ચ બાદ પણ ઓરસંગ ડેમનુ  પાણી  પ્રજાને મળી શક્યું નથી.   જેના કારણે નગરની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્રએ નગર માટે પાણી હાફેશ્વરથી વેચાતું લેવું પડે છે. જો એ સહારો ન હોત તો જોવા જેવી થાત.. હાંફેશ્ચર થી દાહોદ જતી નર્મદા ના પાણી ની લાઈન માંથી હાલમા નગરને પાણી મળી રહે છે જેનાથી નગર જનો ને રાહત છે. પરંતુ ઓરસંગ ડેમ ના સરકાર ના નાંણા હાલ પુરતા તો પાણી માં જ ગયા તેમ કહેવામાં  અતિશયોક્તિ ભર્યું નહીં કહી શકાય.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार