सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગઢડા(સ્વામીના) તાલુકા પંચાયતમાં અધિકારી રાજ સામે નારાજગી નો સૂર

ચૂંટાયેલા પ્રતિનિધિઓ નું ઉપજણ નહી હોવાનો આક્રોશ

રાજુ બારૈયા
  • Jun 27 2022 7:18PM
ગઢડા-સ્વામીના ખાતે પંચાયતી રાજ માટે તાલુકા પંચાયત માં કુલ ૨૨ સદસ્યો પૈકી ૧૬ ભાજપ અને ૬ કોંગ્રેસ ના પ્રતિનિધિઓ ચૂંટાઈ આવતાં તાલુકા પંચાયત માં ભાજપનુ શાસન ચાલી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તાલુકા પંચાયત માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નું કાઈ ઉપજણ ના હોય અને અધિકારી રાજ ચાલતું હોવા મુદ્દે ચરૂ ઉકળી રહ્યો છે.

આ મુદ્દે કારોબારી ચેરમેન વિનુભાઈ અણઘણે આક્રોશ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગઢડા તાલુકા પંચાયત માં
જાણે કે અધિકારી રાજ ચાલી રહ્યું છે. તાલુકા પંચાયતના સદસ્યો નું અધિકારીઓ સાંભળતા ન હોવાનું તેમજ યોજાયેલ કારોબારી ની બેઠકમાં પણ સભ્યોએ આ મુદ્દે હોબાળો કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તાલુકા પંચાયતના તમામ સદસ્યો ની માંગ મુજબ આગળના દોઢ વર્ષના ઠરાવ કરી જે માંગણીઓ કરેલ છે તેનું કોઇ નિવારણ નહી આવતા કારોબારી રદ કરવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા સીધા વર્ક ઓર્ડર જે તે સરપંચ આપી દેવામાં આવતા હોવાનું અને સદસ્યોને જાણ પણ કરવામાં નહી આવતી હોવાના અને અધિકારીઓ તાલુકા પંચાયતના કોઈપણ સદસ્યોનું માન સન્માન જાળવતા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार