છેલ્લા 15 વર્ષથી દીવ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન ચાલતું હતું જે સત્તા કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી, ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી દીવ નગરપાલિકાના કોંગ્રેસના 7 સભ્ય ભાજપમાં જોડાયા કુલ 13 બેઠકોમાં ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 3 સભ્યો રહ્યા.
જ્યારે દીવ નગરપાલિકાના ચુંટણી નજીક આવી રહી છે ત્યારે જ કોંગ્રેસનો હાથ છોડીને 7 સભ્યોએ ભાજપનો ભગવો ધારણ કર્યોને છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ શાસિત નગરપાલિકા ભાજપે કબ્જે કરી.
ભાજપમાં જોડાયેલાં પાલિકા કોંગ્રેસના 7 સદસ્યો...
1. હરેશ પાંચા
2. રવિ સોલંકી
3. દિનેશ સાકાર
4. ભગ્યવંતીબેન ચુનીલાલ
5. નિકિતાબેન દેવાંગ
6. ભાવનાબેન દુધમલ
7. રંજનબેન રાજુ
આમ કોંગ્રેસના કુલ 7 સભ્યો ભાજપ માં જોડાયા.