सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લખપતના છેવાડા નરા ગામે વિશ્વની પહેલી ગૌ મુક્તિધામ કેન્દ્ર ઉભું કરાયું

સાધુ સંતો ના હસ્તે લોકોપર્ણ 10 એકર માં પથરાયેલા આધુનિક ટેકનોલોજી થી લખપત તાલુકા ની ગૌમાતા હિન્દૂ સંસ્કૃતિ સમાધિ મળશે

હિતેશ જોષી
  • May 24 2022 7:32PM

કચ્છ ના જીવદયા પ્રેમી ક્યાં પણ રહેતો હોય પણ એની ગૌ સેવા સમગ્ર વિશ્વ માં જોવા મળતી હોય કચ્છ ના સરહદી લખપત તાલુકા ના નરા ગામે સાત વર્ષ પહેલાં માત્ર છ ગાયો ના નિભાવ સાથે ગૌ સેવા શરૂ કરવા માં આવી હતી મુંબઈ સ્થિત દાતા ઇ ના સહયોગ થી  શ્રી માં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નરા ગામ થી એક કી. મી. પહેલા  ગૌસેવા જીવદયા કેન્દ્ર ની સાથે  ગૌ માતા મુક્તિ ધામ ઉભું કરી સમગ્ર ભારત નહિ આખા વિશ્વ માં ગૌમાતા ના મૃત્યુ પછી તેમની અંતિમ યાત્રા  હિન્દૂ ધાર્મિક મુજબ હિન્દૂ સમાજ ગાય ને માતા નો દરજ્જો આપ્યો છે પણ હવે આ તાલુકા માં  અહીં ની ગૌશાળા ની સાથે ક્યાં પણ  ગાય મૃત્યુ પામશે તો આ સંસ્થા દ્વારા  આધુનિક એમ્બ્યુલ્સ  મારફતે ગૌ મુક્તિ ધામ માં ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરાશે આ માટે ગાય ના મુત્યુ ની સાથે પ્રથમ સ્નાન સાથે સમાધિ અપાશે આ માટે સંસ્થા તરફથી અદ્યતન 10 એકર વિસ્તાર માં સુવિધા ઓ ઉભી કરાઈ છે


રવિવાર ના મુંબઈ સ્થિત દાતા ઓ  સ્વ મનોજભાઈ રૂપારેલ પરિવાર,ક્રિષ્ના ભાઈ ધીરવાણી, અને જયેશભાઇ રૂપારેલ પરિવાર ના મુખ્ય સહયોગ થી ગૌ મુક્તિ ધામ ને શાંતિદાસજી મહારાજ(વિરાણી મોટી રામ મંદિર),સંત ત્રિકામદાસજી મહારાજ,પૂ ચંદુ માં(અંબે ધામ),કીર્તિદાસજી મહારાજ,  અને વિશાલ મહારાજ ના હસ્તે લોકાપર્ણ કરવા માં આવ્યું હતું


આ પ્રસંગે શાંતિ દાસજી મહારાજે એ કયું હતું કે  હિન્દૂ સમાજ ની જવાબદારી થાય છે કે જેને આપણે 33 કરોડ દેવતા માની એ છે એ આપણી  ગૌમાતા ને અંતિમ સમય  સમાધિ મળે એ માટે અહીં જે ગૌ માતા મુક્તિ ધામ ની શરૂઆત થઈ છે જે અન્ય પાંજરાપોળ.ગૌશાળા ઓ માં મુક્તિધામ બનવા જોઈએ આ ગૌ  મુક્તિ ધામ માં ચારે બાજુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો અને આ સરહદી વિસ્તાર હોઈ હિન્દૂ સંપ્રદાય જાતિ ના વાડા માં બટાય નહિ  અને બધા એક થઈ હિન્દૂ સમાજ ની રક્ષા કરવાનો સમય પાકી ગયો છે બી.એસ.એફ. ના કમાન્ડર અરવિંદપાલ એ ગૌ માતા ક્યાં પણ ભટકે નહિ એની કાળજી રાખજો  અને અબડાસા ના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા એ આ વિસ્તાર માં વહેલી તકે નર્મદા ના પાણી આવે તે માટે પોતે કટિબદ્ધ છે ખૂટતી કડી ઓ પુરી કરવાની ખાતરી આપી હતી ગોધરા ના અરવિંદભાઈ જોશી  ગૌ સેવા અને માનવ સેવા શ્રેષ્ઠ સેવા કયું હતું  રણછોડભાઈ વાસણભાઇ આહીર એ સેવા ને બિરદાવી હતી નરા ના સરપંચ રાજુભાઇ સરદાર,હિન્દૂ યુવા સઘઠન ના દાનુભા જાડેજા,લાલજીભાઈ રામાણી, રાજેશભાઇ પલણ,સાથે વિવિધ ગૌશાળા અને પાંજરાપોળ ના ટ્રસ્ટી ઓ જોડાયા હતા

માં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ  મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ બારું એ આ ગૌ શાળા માં 6 ગાયો થી શરૂઆત કરવામાં આવી હતી અને હાલે 500 થી વધુ ગાયો નો નિભાવ કરવામાં આવેછે દાતા ઓ ના સહયોગ થી આવનારા દિવસો માં એક હજાર થી વધુ ગયો ગૌશાળા માં રાખવામાં આવશે ગૌ માતા માટે 7 એકર જમીન ગૌમુક્તિ માટે સંસ્થા એ ઉભી કરી છે પ્રથમ તબકે 2 એકર માં વ્યવસ્થા કરાઈ છે લીલા ચારા અને સૂકા ચરા સાથે ગૌ માતા માટે ગરમી માં  પંખા ની સુવિધા ઉભી કરાઇ છે ગોળ, ભુસો,મકાઈ,કળબ,કઠોળ, દાણ, ખાણ, સાથે વિવિધ દાતા ઓ તન,મન,ધન, થી દાન આપે છે આ પહેલા આ સ્થળ ઉપર હોમ હવન યજ્ઞ શાસ્ત્રી વિશાલ મહારાજ(નારાયણ સરોવર) અને પંડિતો ના હસ્તે પૂરું કરવા માં આવ્યું હતું દાતા ઓ ના હસ્તે ગૌમાતા એમ્બ્યુલસ ખુલ્લી મુકાઈ હતી સ્થાનિક સંસ્થા ના દીપકભાઈ રેલોન માહિતી આપી હતી

આ પ્રસંગે દાતાઓ હરેશભાઇ આઇયા,ગીરીશભાઈ કોઠારી,વિજયભાઈ ઠક્કર,કીર્તિભાઈ કોઠારી,મનોજભાઈ કોઠારી,ચેતનભાઈ ધીરવાણી,બિપિન કોઠારી,અશ્વિનભાઈ ચંદન,રમેશભાઈ બારું,સમીરભાઈ રૂપારેલ, મિતેસભાઈ પલણ, કીર્તિભાઈ ઘેરાઈ,વિજયભાઈ ચોથણી, જેમલજીજાડેજા,લાધુભા જાડેજા,પ્રકાશ ઠક્કર,દક્ષાબેન ખોભલીયા, પી એસ આઈ ખાભળ સહિત ના અગ્રણીઓ જોડાયા હતા
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નિધિબેન જોબનપુત્રા અને દિપક રેલોને કર્યું હતું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार