सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેલદિલ રાજનીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસીંહને હાર્ટ એટેક આવતા દાખલ કરાયા અને સારવાર ચાલી રહી છે

ઉત્કલ ઠાકોર
  • Nov 29 2022 11:54AM
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટએટેક આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા જ ઉમેદવારની તબિયત લથડતા સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રેવતસિંહની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અહીં તેમના હરિફ ઉમેદવાર પરસોતમ સોલંકી પણ તેમના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા.

ભાવનગર ગ્રામ્ય બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ગઈકાલે રાત્રિ સુધી પોતાના વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા. ત્યારબાદ હાર્ટએટેક આવતા તેમને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા જ રેવતસિંહને હાર્ટએટેક આવતા તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વહેલીતકે પોતાના નેતા સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે

ભાજપના ગઢ સમાન ભાવનગર ગ્રામ્ય બેઠક પર આ વખતે કૉંગ્રેસે રેવતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમનો સીધો મુકાબલો ભાજપના દિગ્ગજ નેતા પરસોતમ સોલંકી સામે છે. ત્યારે આજે રેવતસિંહ ગોહિલને હાર્ટએટેક આવ્યાના ખબર મળતા પરસોતમ સોલંકી પણ રેવતસિંહના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પર પહોંચ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार