सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

એક ખગોળીય ઘટના ગુરુવારના રોજ ઘટેલ જેને 550થી વધુ લોકોએ નિહાળી હતી

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે

સિધ્ધાર્થ ગોઘારી
  • Dec 9 2022 3:24PM
ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના કો-ઓર્ડીનેટર  હર્ષદ જોષીએ જણાવતા કહ્યુ પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ આજે વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. ઉપરાંત તેના પર આ દિવસે સૂર્યનો પ્રકાશ વધુ અને સીધો પડવાને કારણે વર્ષના અન્ય સમય કે દિવસો કરતાં આજે વધુ તેજસ્વી દેખાયેલ, તે ઉપરાંત લોકોએ ટેલિસ્કોપ વડે મંગળ ગ્રહની નારંગી રંગીન સપાટી પણ જોઈ આનંદિત થયેલ.

ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ અને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન દ્વારા સાંજે ૭ કલાક થી ૯ કલાક દરમ્યાન હાઈ રેન્જના વિવિધ ટેલિસ્કોપ દ્વારા તખ્તેશ્વર મંદિરથી નિહાળવા માટેની વ્યવથા કરવામાં આવેલ હતી જેમાં કુલ 550 થી વધુ લોકોએ આ ખગોળીય ઘટના નિહાળી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार