सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાભરમાં આમઆદમી પાર્ટી દ્વારા રોડશો યોજવામાં આવ્યો

આમઆદમી પાર્ટી દ્વાર સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે

દર્શન સોની
  • May 27 2022 11:52AM
ભાભર શહેરમાં ગતરાત્રીએ આ યાત્રા ખારા ગામના મહાકાળીમાતા ના મંદિરે આવી પહોંચી હતી. અને પ્રમુખ છગનજી ઠાકોરે અને કીર્તિમાળી એ યાત્રાનું સ્વાગત કર્યું.સવારે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ,સાગર દેસાઈ,પરેશ પટેલની સાથે કે.કે રાજપૂત ભૂરાજી ગોહિલ ડૉ.ભીમ પટેલ એસ કે રાઠોડ વિનોદ પ્રજાપતિ,ખેમભાઈ પરમાર,ચેનાજી ઇશ્વરજી મુસ્તુભાઈ અમીનાબેન જોરાભાઈ પણ જોડાયા હતા.
વંદેમાતરમ ભારત માતાકી જય ના નારા સાથે 50 બાઈકસવારો  ડીજે અને 20 જેટલી ગાડીઓ સાથે વિશાળ સંખ્યામાં વાવ વિધાનસભા ના પ્રભારી એ.બી.પટેલ,રૂપાણી ભરત ચૌધરી તથા પાર્ટીના હોદ્દેદારોએ દિયોદર ત્રણ રસ્તા, જુના બસસ્ટેન્ડ, આઝાદચોક, લાટીબજાર થઈ હાઇવે, શ્રીનાથ સોસાયટી, અયોધ્યાનગર ગૌમાતાસર્કલ સુધી પગપાળા ચાલી આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના પેમપ્લેટ જનતાને આપી 'એક મોકો આપ ને પછી જુઓ ગુજરાતને 'કહી આગામી ચૂંટણીમાં ઈમાનદાર આમઆદમી પાર્ટીને જીતાડવા ઝાડુ ના નિશાન પર જ મત આપવાની વિનંતી કરી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार