सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બેટ દ્વારકામાં PFI પર સર્જીકલ સ્ટ્રાઈક - PFI કનેક્શનની આશંકાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 1 હજાર જવાનોનો કાફલો મોટા ઓપરેશનને પાર પાડવા તૈયાર

યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મોટું ડિમોલીશન સહિતનો તખ્તો તૈયાર

ખુશાલ ગોકાણી
  • Oct 1 2022 12:57PM

• બેટ દ્વારકાને પોલીસ દ્વારા કિલ્લેબંધી  કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
• PFIની આશંકાએ બેટ દ્વારકામાં પોલીસનું મોટું ઓપરેશન
• બેટ દ્વારકામાં સરકારી જમીનો પર ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર થઇ શકે
• બેટ દ્વારકામાં SRP, SP સહિત પોલીસ કાફલો તૈનાત

ભગવાન શ્રી કૃષ્ણના પુણ્ય યાત્રાધામ બેટ દ્વારકાની જમીન ઉપર ચાલતી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર થયેલા ધાર્મિક અને અન્ય દબાણકારી પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા આજે સવારથી સમગ્ર સૌરાષ્ટ્રના પૌલીસ કાફલા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ અને સ્ટાફને સાથે રાખીને અત્યાર સુધીના સૌથી મોત ઓપરેશન શરૂ કરવાની માહિતી મળી છે. બેટ દ્વારકામાં SRP અને SP સહિત ચુસ્ત પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં હાજર છે. અંદાજે 1 હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા હતા. સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.

દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી NIA દ્વારા PFIના જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે હવે દ્વારકામાં PFIની આશંકાએ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ઓપરેશન માટે ભારે સતર્કતાથી કાર્યવાહી આગળ ધપી રહી છે. કથિત દેશદ્રોહી કૃત્યો મામલે પણ રાજય-કેન્દ્રની એજન્સીઓને પ્રાપ્ત થયેલા મનાતા અમુક ઇનપુટના આધારે આ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મોટું ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.

આજે સવારે બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામનું મોટું ડિમોલેશન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના હનુમાન દાંડી માર્ગ પર અને બાલાપર વિસ્તારમાં ડિમોલની કામગીરી પાંચ જેસીબી મશીનો થી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખાના કેટલાક મુસ્લિમ આગેવાનોને આગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે. બેટ દ્વારકાના રહેવાસીઓને પોલીસે સાવચેતીના ભાગરૂપે તેમના ઘરમાં રહેવા અપીલ કરી છે. જેથી બેટ દ્વારકામાં માત્ર પોલીસનો જ માહોલ છે. બેટનું દ્વારકાધીશ મંદિર આજે ખાલી જોવા મળે છે સવારે માત્ર પૂજારીઓની હાજરી છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મોટું ડિમોલીશન સહિતનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. બેટ દ્વારકામાં સંભવત હાથ ધરાનારી ડીમોલીશન કાર્યવાહી માટે જુદા-જુદા સરકારી વિભાગો ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એક હજારથી વધુ જવાનો તૈનાત કરી દેવાયા છે. આ મોટું ઓપરેશનમાં મહેસૂલ, પંચાયત અને મેરીટાઇમ ઉપરાંત વીજતંત્ર સહિતના જુદા-જુદા વિભાગો પણ જોડાશે.



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार