सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હાઇકોર્ટના આકરાં વલણ બાદ માલધારી સમાજના વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર રખડતાં ઢોર પકડવાના કામે લાગ્યું

રાજ્યના પૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલને હડફેટે લીધા બાદ મુખ્યમંત્રીને પણ રખડતાં ઢોરનો ખરાબ અનુભવ થયો. આ મામલે હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવતા આખરે સરકાર રખડતાં ઢોર પકડવાના કામે લાગી છે. જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ આ કામે લાગ્યું છે. જેના વિરોધમાં માલધારી સમાજ પણ છેક સુધી લડી લેવાના મૂડમાં હોય તેમ વિરોધ કરી રહ્યો છે

Gabhru Bharvad
  • Aug 26 2022 4:43PM
પાલિકાની કતારગામ ઝોન ઓફિસના સંબંધિત અધિકારીઓએ સ્થાનિક પોલીસ તેમજ એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લંકાવિજય હનુમાન, આંબાતલાવડી અને ડભોલીમાં મસમોટાં તબેલાઓ તોડી સરકારી જમીન પરનું દબાણ દૂર કરી આશરે પાંચ હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો લીધો હતો. મનપાની ટીમની આ કામગીરી વખતે માલધારીઓએ ભારે વિરોધ કર્યો હતો. એક તબક્કે તો અધિકારીઓનાં વાહનોની આડે માલધારીઓ સૂઈ ગયા હતા. આમ, ભારે વિરોધ વચ્ચે પણ તબેલાં દૂર કરવાની કામગીરીમાં મનપાનું તંત્ર સફળ રહ્યું હતું. બીજી બાજુ માલધારી સમાજે આ કામગીરીનો ઉગ્ર વિરોધ વ્યક્તકર્યો હતો. જેના ભાગરૂપે માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈ કતારગામ ઝોનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. માલધારી સમાજ આ મુદ્દે છેક સુધી લડી લેવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार